ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, બ્રિસબન ટેસ્ટની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, બ્રિસબન ટેસ્ટની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી
ઓસ્ટ્રેલિયાને ૩ વિકેટે હરાવી ભારતે ચોથી ટેસ્ટ મેચ જીતી, ટેસ્ટ સીરીઝમાં મેજબાન ટીમને 2-1થી આપી મ્હાત

ઓસ્ટ્રેલિયાને ૩ વિકેટે હરાવી ભારતે ચોથી ટેસ્ટ મેચ જીતી, ટેસ્ટ સીરીઝમાં મેજબાન ટીમને 2-1થી આપી મ્હાત

  • Share this:
    Ind vs Aus 4th Test, Day 5:  ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ રોમાંચક સ્તરે પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India)એ ઐતિહાસિક જીત મેળવી લીધી છે.  328 રનનો ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની અડધી સદીને કારણે ઓસ્ટ્રેલિયા (Australia) સામે જોરદાર પડકાર આપી ચોથી ટેસ્ટ અને સીરીઝ પોતાના નામે કરી દીધી છે. ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ને 2-1થી જીતીને કાંગારૂની આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના 10થી વધારે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાંય આ જીત ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

    કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ની કેપ્ટન્સીના પણ વખાણ કરવામાં આવી રહી છે. વિરાટ કોહલી (Virat Kohli)પહેલી ટેસ્ટ બાદ પેટરનીટી લીવ પર ગયા બાદ ટીમ ઈન્ડિયાનું સુકાન અજિંક્ય રહાણેએ સંભાળ્યું હતું. જેમાં બીજી ટેસ્ટ જીત્યા બાદ ટીમના ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ત્રીજી ટેસ્ટને હારમાંથી ડ્રો તરફ ખેંચવામાં ભારત સફળ રહ્યું હતું. અને અંતે ચોથી ટેસ્ટમાં મેજબાન ટીમને હરાવી ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને રીટેન કરી છે.



    Ind vs Aus 4th Test, Day 5 Updates:

    - 86.4 ઓવરમાં મયંક અગ્રવાલ કમિન્સનો શિકાર બન્યો. તેણે વેડના હાથમાં સરળ કેચ આપી દીધો. અગ્રવાલ માત્ર 9 રન કરીને આઉટ થયો.
    - ઋષભ પંતે અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની ચોથી અડધી સદી છે.
    - 80.2 ઓવરમાં ભારતને ચોથો આંચકો લાગ્યો. પેટ કમિન્સે ચેતેશ્વર પૂજારાને LBW આઉટ કર્યો. પૂજારા 211 બોલમાં 7 ફોરની સાથે 56 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો. નવો બેટ્સમેન મયંક અગ્રવાલ આવ્યો છે.
    - 56.5 ઓવરમાં ભારતને ત્રીજો આંચકો લાગ્યો. પેટ કમિન્સે રહાણેને કેચ આઉટ કરાવ્યો. રહાણે 22 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની સાથે 24 રનની ઇનિંગ રમી.
    - શુભમન ગિલ 91 રને નેથન લાયનનો શિકાર બનતાં ભારતને બીજો આંચકો લાગ્યો.
    - લંચ બ્રેક સુધીમાં ભારતે એક વિકેટ ગુમાવીને 83 રન કરી દીધા છે. પૂજારા અને ગિલ ક્રીઝ પર છે.
    - ભારતને 8.2 ઓવરમાં પહેલો આંચકો લાગ્યો છે. પેટ કમિન્સના બોલ પર ટિમ પેને રોહિત શર્માનો કેચ પકડ્યો. રોહિત 21 બોલમાં 1 ફોર સાથે 7 રન કરીને આઉટ થયો. નવો બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આવ્યો છે.

    આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ

    ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11:
    ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

    આ પણ વાંચો, કયા-કયા લોકો બિલકુલ ન લે કોવેક્સીનનો ડોઝ, ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટશીટ

    ભારતની પ્લેઈંગ 11:
    રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
    Published by:Mrunal Bhojak
    First published:January 19, 2021, 06:45 am

    ટૉપ ન્યૂઝ