IND vs AUS, 3rd Test: રોહિત કરશે શુભમન સાથે ઓપનિંગ, આ કારણે ડ્રોપ થયો મયંક અગ્રવાલ

IND vs AUS, 3rd Test: રોહિત કરશે શુભમન સાથે ઓપનિંગ, આ કારણે ડ્રોપ થયો મયંક અગ્રવાલ
સિડની ટેસ્ટમાં ડ્રોપ થયો મયંક અગ્રવાલ (Mayank Agarwal/Instagram)

ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં નવદીપ સૈની કરશે ડેબ્યૂ, આવી છે ભારતની પ્લેઇંગ ઇલેવન

  • Share this:
    નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની ત્રીજી મેચ માટે ભારતીય પ્લેઇંગ ઇલેવન (India Playing XI)ની જાહેરાત થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રોહિત શર્મા (Rohit Sharma) સિડની ટેસ્ટ (Sydney Test)માં શુભમન ગિલની સાથે ઓપનિંગ કરશે. તેનો અર્થ એ થયો કે મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી બે ટેસ્ટ મેચોમાં ખરાબ ફોર્મ મયંકના ડ્રોપ માટેનું કારણ બન્યું છે.

    રોહિત શર્મા ટેસ્ટ સીરીઝ માટે પહેલા જ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો. પહેલી બે ટેસ્ટ મેચો દરમિયાન તે ક્વૉરન્ટિન પીરિયડ પૂરો કરી રહ્યો હતો તેથી તે ટેસ્ટ ટીમનો હિસ્સો નહોતો. પરંતુ હવે તેનો ક્વૉરન્ટિન પીરિયડ પૂરો થઈ ચૂક્યો છે અને તે ટીમની સાથે છે. સિડની ટેસ્ટમાં રોહિત શર્મા ઓપનિંગ કરશે તેવું લગભગ નક્કી માનવામાં આવતું હતું. ગયા વર્ષ ઓપનર તરીકે ટેસ્ટ ટીમમાં રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.



    આ પણ વાંચો, CISF ASI Recruitment 2021: CISFમાં 690 પદો માટે ભરતી, ફટાફટ કરો અરજી

    શુભમન કે મયંકમાંથી કોઈ એકને કરવાનો હતો ડ્રોપ

    ઓપનર તરીકે મયંક અગ્રવાલનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યો છે. બે ટેસ્ટમાં ચાર ઇનિંગમાં તેણે માત્ર 17, 09, 00 અને 05 રનની ઇનિંગ રમી છે. બીજી તરફ શુભમન ગિલે મેલબોર્ન ટેસ્ટમાં પોતાનું ડેબ્યૂ કર્યું અને પોતાની બેટિંગથી દર્શકો અને બોર્ડ મેનેજમેન્ટને પણ પ્રભાવિત કર્યા. ગિલે મેલબોર્ન ટેસ્ટની બે ઇનિંગમાં 45 અને અણનમ 35 રન કર્યા. એવામાં શુભમન ગિલને ડ્રોપ ન કરી શકાય એવી સ્થિતિ ઊભી થઈ હતી.

    આ પણ જુઓ, PHOTOS: ઘરના ત્રીજા માળે ચડી ગયો હતો આખલો, 3 કલાકની મહેનત બાદ ક્રેનથી કરાયું રેસ્ક્યૂ

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI

    રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
    Published by:Mrunal Bhojak
    First published:January 06, 2021, 14:42 pm

    ટૉપ ન્યૂઝ