IND vs AUS: ભારતને મોટો આંચકો, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝથી બહાર થયો કેએલ રાહુલ

નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરતી વખતે KL Rahulને ડાબા હાથના કાંડામાં ઈજા થઈ. (Photo: AP)

નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરતી વખતે KL Rahulને ડાબા હાથના કાંડામાં ઈજા થઈ, સંપૂર્ણ ફીટ થતાં 3 સપ્તાહ લાગશે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ 7 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં રમાશે. આ મેચથી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાઇલિશ બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)થી બહાર થઈ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી આ વાતની જાણકારી આપી છે.

  મળતી જાણકારી મુજબ, રાહુલના ડાબા હાથના કાંડામાં મચકોડ આવી ગઈ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શનિવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ. એવામાં હવે તે કેએલ રાહુલ ટેસ્ટ સીરીઝ માટે ઉપલબ્ધ નહીં હોય.

  આ પણ વાંચો, ઈન્ડિયન રેલવે આપી રહી છે કમાણીની તક, શરૂ કરો આ બિઝનેસ અને થઈ જાઓ માલામાલ!

  BCCIના સેક્રેટરી જય શાહે પ્રેસ રીલીઝ જાહેર કરી કહ્યું કે, શનિવારે એમસીજીમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં નેટ્સમાં બેટિંગ કરતાં કેએલ રાહુલના ડાબા કાંડામાં મચકોડ આવી ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે મેચો માટે રાહુલ ઉપલબ્ધ નહીં હોય. તેમને સંપૂર્ણપણે સાજા થતાં અને પૂરી તાકાત મેળવવા માટે લગભગ ત્રણ સપ્તાહના સમયની આવશ્યક્તા હશે. હવે તે ભારત પરત ફરશે અને ત્યાંથી સીધો બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ખાતે પોતાની રિહેબિલિટેશન માટે જશે.

  આ પણ વાંચો, EPFO ખાતામાં ક્રેડિટ કરી રહ્યું છે વ્યાજ, શું આપના એકાઉન્ટમાં આવ્યા નાણા, આવી રીતે ચેક કરો બેલેન્સ

  નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની ટી20 અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઈ ચૂકી છે. બીજી તરફ, ચાર ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સીરીઝની બે મેચ રમાઈ ચૂકી છે. બીજી તરફ, હજુ બે મેચ રમાવાની બાકી છે.
  Published by:Mrunal Bhojak
  First published: