Ind vs aus 3rd Test, Day 4: ચોથા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 98 રન કર્યા

Ind vs aus 3rd Test, Day 4: ચોથા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 98 રન કર્યા
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ 6 વિકેટ ગુમાવીને 312 રને ડિક્લેર કરીને ભારતને 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ 6 વિકેટ ગુમાવીને 312 રને ડિક્લેર કરીને ભારતને 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો

  • Share this:
    નવી દિલ્હીઃ સિડની ટેસ્ટ (Sydney Test)માં ઓસ્ટ્રેલિયા (Australia) મજબૂત સ્થિતિમાં છે. બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 312 રન કરીને ઇનિંગ ડિક્લેર કરી હતી. તેના કારણે ભારત (Team India)ને જીતવા માટે 407 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ,લાબુશેન અને ગ્રીને અડધી સદી ફટકારી હતી. ભારત વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં સારી શરૂઆત કરી પરંતુ શુભમન ગિલ 31 રને આઉટ થયો જ્યારે રોહિત શર્મા અડધી સદી ફટકારીને આઉટ થયો. બીજા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 98 રન કરી દીધા છે. ક્રીઝ પર કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા છે. મેચનો પાંચમો દિવસ ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. ભારતને જીતવા માટે એક દિવસમાં હજુ 309 રન કરવાના છે જ્યારે તેની પાસે 8 વિકેટ બચેલી છે.

    Ind vs aus 3rd Test, Day 4 Updates:



    ચોથા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 98 રન કર્યા.
    - પેટ કમિન્સે 31મી ઓવરમાં રોહિતને મિશેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ કરાવી દીધો. રોહિતે 98 બોલ પર 52 રનની ઇનિંગ રમી.
    - ભારતને પહેલો આંચકો લાગ્યો છે. સેટ થયા બાદ શુભમન ગિલ હેઝલવુડની ઓવરમાં પેનના હાથે કેચઆઉટ થયો.
    - 407 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા રોહિત અને શુભમને મજબૂત શરૂઆત કરી. ભારતનો સ્કોર 50 રનને પાર.
    - ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે આપ્યો 407 રનનો ટાર્ગેટ. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 312 રન કરીને ઇનિંગ ડિક્લેર કરી હતી.

    - જસપ્રીત બુમરાહે ગ્રીનને 84 રને આઉટ કર્યો છે.
    - કૈમરન ગ્રીને 116 બોલનો સામનો કરી અડધી સદી ફટકારી છે. ભારતની સામે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે.
    - લંચ બ્રેક બાદ અશ્વિને સ્મિથને 81 રને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી.
    - ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 182 રન કરી દીધા છે. તેની સાથે જ કાંગારૂ ટીમની લીડ 276 રનની થઈ ગઈ છે.
    - સ્ટીવ સ્મિથે અડધી સદી ફટકારી છે. તેણે 134 બોલનો સામનો કરી અડધી સદી કરી છે.
    - 49મી ઓવરના છેલ્લા બોલ પર નવદીપ સૈનીએ મેથ્યૂ વેડને સાહાના હાથે કેચ આઉટ કરાવીને .ઓસ્ટ્રેલિયાને ચોથો આંચકો આપ્યો છે.
    - 47મી ઓવરના પહેલા બોલ પર નવદીપ સૈનીએ લાબુશેનનો પોતાનો શિકાર બનાવ્યો.

    આ પણ વાંચો, IND vs AUS: મોહમ્મદ સિરાઝને ફરી અપશબ્દો કહેવાયા, દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI

    રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

    આ પણ વાંચો, આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

    આ પણ વાંચો, આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, મિનિટોમાં ખાલી થઈ જશે એકાઉન્ટ

    ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI

    ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
    Published by:Mrunal Bhojak
    First published:January 10, 2021, 06:44 am

    ટૉપ ન્યૂઝ