IND VS AUS 3rd Test: ભારતે વળતી લડત આપી સિડની ટેસ્ટ ‘ડ્રો’માં ખેંચી, પંત, પૂજારા, વિહારીએ બાજી સંભાળી

હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના બોલરોના પ્રયાસોને સફળ થવા ન દીધા

હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના બોલરોના પ્રયાસોને સફળ થવા ન દીધા

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે સિડની (Sydney Test) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા (Australia)એ ભારત (Team India)ને જીતવા માટે 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટેસ્ટ મેચના પાંચમાં દિવસે રહાણેની વિકેટ ગુમાવ્યા બાદ ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ભારતીય ઇનિંગને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી. પણ પંત 97 અને પૂજારા 77 રને આઉટ થતાં ભારત થોડું મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. બેટિંગ કરવા આવેલા હનુમા વિહારી ઈજાગ્રસ્ત થતાં ભારત સામે એક સમયે હારનું સંકટ પણ ઊભું થયું હતું. પરંતુ ઈજાગ્રસ્ત વિહારી ભારત માટે વૉલ બનીને ઊભો રહ્યો અને તેનો સાથ આપ્યો રવિચંદ્રન અશ્વિને. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ઓસ્ટ્રેલિયન બોલરોનો ડિફેન્સિવ સામનો કર્યો અને ભારતને હારથી બચાવી દીધું.

    નોંધનીય છે ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 ટેસ્ટ જીતીને બરાબર પર છે. હવે બ્રિસબનમાં રમાનારી ચોથી મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે. ભારત માટે સારી બાબત એ છે કે, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંત સારી લયમાં આવી ગયા છે તેથી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઇન અપ મજબૂત થઈ છે.

    આ પણ જુઓ વીડિયો, IND Vs AUS: હવે પિચ સાથે ‘ચેડા’ કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ

    IND VS AUS 3rd Test, Day 5 Updates:

    - 205 બોલનો સામનો કરતાં ચેતેશ્વર પૂજારાએ 77 રનની ઇનિંગ રમી. તે હેઝલવુડની ઓવરમાં બોલ્ડ થયો.
    - પંત 97 રન પર નેથન લાયની ઓવરમાં કેચ આઉટ થયો. આમ ભારતે ચોથી વિકેટ ગુમાવી.
    - પંત બાદ પૂજારાએ ફટકારી અડધી સદી ફટકારી છે. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીમાં 6000 રન પૂરા કર્યા છે.
    - લંચ બ્રેક સુધી ભારતે 3 વિકેટ ગુમાવી 206 રન કર્યા છે. પંત 73 રને અને પૂજારા 41 રન પર રમતમાં છે.

    - પંતે અડધી સદી ફટકારીને ભારતની ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો છે.
    - 35.4 ઓવરમાં ભારતને ત્રીજો આંચકો લાગ્યો છે. નાથન લાયનની બોલિંગમાં મેથ્યૂ વેડે અજિંક્ય રહાણેનો કેચ પકડ્યો. રહાણે 18 બોલમાં માત્ર 4 રન કરીને આઉટ થયો.

    આ પણ વાંચો, IND vs AUS: મોહમ્મદ સિરાઝને ફરી અપશબ્દો કહેવાયા, દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI

    રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

    આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates

    ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI

    ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
    Published by:Mrunal Bhojak
    First published: