Ind vs Aus, 2nd Test: ત્રીજા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 133 રન કર્યા

મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 133 રન કર્યા

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત (Team India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે મેલબોર્ન (Melbourne Test)માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ઘણો જ રસપ્રદ રહ્યો. દિવસના પહેલા સેશનમાં કાંગારૂ બોલરોએ તરખાટ મચાવીને ભારતની પાંચ વિકેટો ઝડપી ઇનિંગને 326 રન પર રોકી દીધી. આમ પહેલી ઇનિંગમાં ભારતને 131 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પણ બીજી ઇનિંગમાં ભારતીય બોલરો સામે સારું પ્રદર્શન ન કરતાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટ ગુમાવીને 133 રન કરી શક્યા.

    ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને અશ્વિનને એક-એક વિકેટ મળી. મળતી જાણકારી મુજબ, ઉમેશ યાદવને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ટી બ્રેક પહેલા તેને કાફ ઇન્જરી થઈ હતી, ત્યારબાદ તે લંગાડાતો મેદાનથી બહાર જતો રહ્યો હતો.

    ભારતે પહેલી ઇનિંગમાં કર્યા 326 રન

    ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 326 રનનો મોટો સ્કોર ખડકી દીધો. તેના કારણે ભારતને 131 રનની અગત્યની લીડ મળી હતી. ભારતની છેલ્લી પાંચ વિકેટ ઝડપથી ન પડતી તો વધુ મોટી લીડ મળી શકતી હતી.

    ભારતે પહેલી ઇનિંગમાં કર્યા 326 રન

    ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 326 રનનો મોટો સ્કોર ખડકી દીધો. તેના કારણે ભારતને 131 રનની અગત્યની લીડ મળી હતી. ભારતની છેલ્લી પાંચ વિકેટ ઝડપથી ન પડતી તો વધુ મોટી લીડ મળી શકતી હતી.

    Ind vs Aus, 2nd Test Updates:


    - 44મી ઓવરમાં ભારતને ચોથી સફળતા મળી છે. સેટ બેટ્સમેન મેથ્યૂ વેડને જાડેજાએ કર્યો LBW આઉટ કર્યો છે. વેડ 40 રન કરીને પેવેલિયન પરત ગયો છે.
    - 32.2 ઓવરમાં ભારતને ત્રીજી સફળતા મળી. જસપ્રીત બુમરાહે સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો. સ્મિથ 30 બોલમાં 8 રન કરીને આઉટ થયો. નવો બેટ્સમેન ટ્રેવિસ હેડ આવ્યો છે.
    - ભારતને 17.5 ઓવરમાં બીજી સફળતા મળી છે. અશ્વિનની બોલિંગમાં રહાણેએ માર્નસ લાબુશેનનો કેચ પકડ્યો. લાબશેન 28 રને આઉટ થયો.
    - ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆત સારી નથી થઈ. જો બર્ન્સ માત્ર 4 રન કરીને આઉટ થઈ ગયો છે. ઉમેશ યાદવે તેનો શિકાર કરી ભારતને પહેલી સફળતા અપાવી.
    - ભારત 326 રન પર ઓલઆઉટ થઈ ગયું છે અને ઓસ્ટ્રેલિયા સામે 131 રનની લીડ મળી છે.
    - ઉમેશ યાદવ માત્ર 9 રન કરીને નેથન લાયનનો શિકાર બની ગયો. ભારતે આઠમી વિેકેટ ગુમાવી.
    - 106.5 ઓવરમાં ભારતને સાતમો આંચકો લાગ્યો. સ્ટાર્કની બોલિંગમાં કમિન્સે રવિન્દ્ર જાડેજાનો કેચ પકડ્યો. જાડેજા 159 બોલમાં 3 ફોરની સાથે 57 રન કરીને આઉટ થયો.
    - 99.5 ઓવરમાં ભારતને છઠ્ઠો આંચકો લાગ્યો. કેપ્ટન અજિંક્ય રહાણે રન આઉટ થઈ ગયો. રહાણેએ શાનદાર 112 રન ફટકાર્યા.

    આ પણ વાંચો, IND vs AUS: જાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી લીધું દિલ

    પહેલી ઇનિંગમાં ટીમ ઑસ્ટ્રેલિયા 195 રનમાં ઑલ આઉટ

    આર અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની બોલિંગને પગલે ઑસ્ટ્રેલિયાની ટીમે 195 રન બનાવીને ઘૂંટણીયા ટેકવી દીધા છે. ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ (Team Australia) બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ફક્ત 195 રન બનાવી શકી હતી.

    આ પણ વાંચો, સરકાર આપી રહી છે છેલ્લી તક! આજથી અહીં મળશે સસ્તું સોનું, જાણો કેટલી છે કિંમત

    બંને ટીમ આ પ્રકારે છે:

    ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ XI: જો બર્ન્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મીથ, ટ્રેવિસ હેડ, કમરન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન, વીકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લૉયન.

    ભારત પ્લેઇંગ XI: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા બિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
    Published by:Mrunal Bhojak
    First published: