Ind vs Aus : હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરી ભારતને વિજય અપાવ્યો

બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી

બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી

  • Share this:
    સિડની :  શિખર ધવનની અડધી સદી (52) બાદ હાર્દિક પંડ્યાના 22 બોલમાં આક્રમક અણનમ 42 રનની મદદથી ભારતે બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી ટી-20 મેચ 8 ડિસેમ્બરે રમાશે.

    Ind vs Aus 2nd T20 Updates:

    -ઐયરના 5 બોલમાં અણનમ 12 રન

    -હાર્દિક પંડ્યાના 22 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 42 રન

    -સંજુ સેમસનના 15 રન

    -વિરાટ કોહલીના 24 બોલમાં 40 રન

    -શિખર ધવનના 36 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 52 રન

    -લોકેશ રાહુલ 22 બોલમાં 30 રન બનાવી આઉટ

    -20 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને  194 રન બનાવ્યા

    - શાર્દુલે હેનરિક્સનો કર્યો શિકાર, ઓસ્ટ્રેલિયાને પાંચમો આંચકો
    - ભારતને મળી ચોથી સફળતા, સ્મિથ 46 રન કરી આઉટ. યુજવેન્દ્ર ચહલની ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેનો કેચ પકડ્યો.
    - ભારતને ત્રીજી સફળતા મળી છે. શાદૃલ ઠાકુરની ઓવરમાં મેક્સવેલ 22 રન કરીને વોશિંગટન સુંદરના હાથે કેચઆઉટ થયો છે.
    - મેથ્યૂ વેડ 58 રન મારીને રનઆઉટ, ભારતને મળી બીજી સફળતા
    - પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી કર્યા 59 રન.
    - નટરાજને શોર્ટની શિકાર કર્યો. શોર્ટ માત્ર 9 રન કરી શક્યો.
    - બીજી ટી20માં વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

    આ પણ વાંચો, IND vs AUS: આજે પાકિસ્તાનનો સૌથી મોટો ટી20 રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલીની ટીમ

    ભારત પ્લેઇંગ XI:

    કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ટી. નટરાજન, યુજવેન્દ્ર ચહલ.



    આ પણ વાંચો, 4 મહિનામાં 9.85 કરોડ ખેડૂતોને મળ્યા 2-2 હજાર રૂપિયા, ફરી આવવાના છે નાણા, કરો આ કામ!

    ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI:

    ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માઇજેસ હેનરિક્સ, મેથ્યૂ વેડ (કેપ્ટન/વિકેટકીપર), ડેનિયન સેમ્સ, સીન અબોટ, મિચેલ સ્વેપ્સન, એડમ જમ્પ, એન્ડ્યૂ ટાઇ.
    Published by:Mrunal Bhojak
    First published: