INDvsSL: આજે બીજી T-20,ભારતનો હોલકર સ્ટેડિયમમાં છે આવો અનોખો રેકોર્ડ

Kiran Mehta | News18 Gujarati
Updated: December 22, 2017, 12:43 PM IST
INDvsSL: આજે બીજી T-20,ભારતનો હોલકર સ્ટેડિયમમાં છે આવો અનોખો રેકોર્ડ
કેવો છે હોલકર સ્ટેડિયમનો ઈતિહાસ?...

કેવો છે હોલકર સ્ટેડિયમનો ઈતિહાસ?...

  • Share this:
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ટી-20 મેચ રમાશે. મધ્યપ્રદેશના હોલકર સ્ટેડિયમમાં આયોજીત આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલો ક્રિકેટના ઈતિહાસમાં નોંધવામાં આવશે.

ટીમ ઈન્ડીયા માટે હંમેશા લકી રહ્યું છે હોલકર સ્ટેડિયમ
મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘનું લગભગ 27,300 દર્શકોની ક્ષમતાવાળું આ હોલકર સ્ટેડિયમ ભારતીય ટીમ માટે હંમેશા ભાગ્યશાળી રહ્યું છે. ભારતીય ટીમે આ મેદાનમાં અત્યારસુધી રમવામાં ાવેલ તમામ પાંચ વન ડે મેચ અને એકમાત્ર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.

20 વર્ષના લાંબા સમય બાદ ઈંદોર પહોંચેલી શ્રીલંકા ટીમ આજે હોલકર સ્ટેડિયમમાં પહેલીવાર ઉતરશે. આ ટીમ ચેલ્લે 1997માં ભારત વિરુદ્ધ વનડે મેચ રમવા ઈંદોર આવી હતી. ત્યારે હોલકર સ્ટેડિયમ બન્યું ન હતું, તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહેરૂ સ્ટેડિયમમાં રમવામાં આવતી હતી.

કેવો છે હોલકર સ્ટેડિયમનો ઈતિહાસ
અર્જુન રણતુંગાની કપ્તાનીમાં 25 ડિસેમ્બર 1997માં નહેરૂ સ્ટેડિયમમાં મેચની શરૂઆત થઈ હતી, શ્રીલંકાએ ત્રણ ઓવર બાદ પીચ ખરાબ છે તેમ કહી મેચ રમવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ રણતુંગાએ તત્કાલીક પીચને લઈ ભારતીય કપ્તાન સચિન તેંડુલકર સાથે આ ચર્ચા કરી હતી. બંને કપ્તાનની સહમતિ બાદ અહીં મેચ રદ્દ કરી દેવામાં આવી હતી.
Loading...

 
First published: December 22, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...