IND Vs PAK મેચ પર ખતરો : સતત વરસાદ, મેદાનમાં કીચડ

મેનચેસ્ટરમાં શનિવારે પણ વરસાદ પડ્યો. (AP Photo)

CWC19: મેદાનને સૂકવવા માટે મશીનો કામે લગાવાયા, બે પ્રસંગે વરસાદ બની શકે છે વિલન

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં વરસાદે ટીમની ઊંઘ ઉડાવી દીધી છે. ટૂર્નામેન્ટની ચાર મેચ વરસાદના કારણે રદ થઈ ચૂકી છે અને હજુ અડધી સફર પણ પૂરી નથી થઈ. ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ એટલે કે ભારત - પાકિસ્તાનના મુકાબલ ઉપર પણ વરસાદનો ઓછાયો છે. આ મુકાબલો રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાવાનો છે. પરંતુ સતત પડી રહેલા વરસાદે ક્રિકેટ પ્રશંસકોની ઊંઘ ઉડાવી દીધી છે. મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન પડે અને મેચ જોવા મળે.

    મેચના એક દિવસ પહેલા શનિવાર બપોરે વરસાદ નહોતો પડ્યો જોકે, વાદળ છવાયેલા રહ્યા. પરંતુ થોડા દિવસોમાં પડેલા વરસાદના કારણે મેદાન ઘણું ભીનું છે. કેટલાક સ્થળે તો કીચડ જેવી સ્થિતિ છે. પીચ અને તેની આસપાસનું મેદાન પર કવર નીચે સુરક્ષિત છે પરંતુ આઉટફિલ્ડને મેચને લાયક ન હોવું ચિંતાની વાત છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ગુરુવારે જે મેચ રમાવાની હતી તે પણ ભીના મેદાનના કારણે રદ કરવી પડી હતી. એવામાં ઓલ્ડ ટ્રેફર્ડના ગ્રાઉન્ડ સ્ટાફની રવિવારે અગ્નિપરીક્ષા થશે.

    મેદાનને સૂકવવા માટે મશીનો કામે લગાવાયા

    ગ્રાઉન્ડ સ્ટાફ તક મળતાં જ મેદાનને રમવાલાયક બનાવવામાં લાગી ગયો છે. પરંતુ વાદળોના કારણે તડકો નથી મળી રહ્યો અને એવામાં પાણીને સૂકવવા મશીનો તથા કૃત્રિમ ઉપાયોનો આશરો લેવો પડ્યો છે. મળતી માહિતી મુજબ અને સ્થળે તો મોટી લાઇટોની મદદથી મેદાનના ભીના હિસ્સાને સૂકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના માટે અનેક હેલોજન લાઇટનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

    મેદાનને સૂકવવા માટે હેલોજન લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


    બે પ્રસંગે વરસાદ બની શકે છે વિલન

    બ્રિટિશ હવામાન વિભાગ મુજબ, રવિવારની મેચ દરમિયાન બે પ્રસંગે વરસાદ પડવાની શક્યતા 50 ટકાથી વધુ છે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન અને સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન વરસાદની શક્યતા 50 ટકાથી વધુ છે. સતત પડી રહેલા વરસાદના કારણે શનિવારે પાકિસ્તાન તથા ભારતના પ્લેયર થોડા સમય માટે પણ મેદાનમાં અભ્યાસ કરી શકે. તેમને ઇનડોર પ્રેક્ટિસ દ્વારા પણ કામ ચલાવવું પડ્યું.

    મેદાનમાં અનેક સ્થળે પાણી ભરાઈ રહ્યું છે.


    રસપ્રદ વાત છે કે સતત વરસાદની વચ્ચે સમગ્ર મેદાનને કવર નથી કરી શકાયું. જો એવું કરવામાં આવે તો મેચ રમાવાની શક્યતા વધી જાય છે કારણ કે આઉટફિલ્ડ વધુ ભીની નથી થતી. વરસાદના કારણે શ્રીલંકાની સૌથી વધુ બે મેચ રદ થઈ છે. માત્ર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાની ટીમો જ એવી છે જેમને વરસાદના કારણે મેચ નથી ગુમાવવી પડી.

    આ પણ વાંચો, મેચમાં જો આ ત્રણ બાબતો થઈ તો પાકિસ્તાનનું હારવું નક્કી
    Published by:Mrunal Bhojak
    First published: