ભારત ન્યુઝિલેન્ડની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી (AP Photo)
રવિવારે ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ કલાકથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થશે. ભારતની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતી, જે વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં મેનચેસ્ટરના ઓલ્ડ ટૈફર્ડ મેદાનમાં મુકાબલો હશે. રવિવારે ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ કલાકથી બંને ટીમો વચ્ચે મેચ શરૂ થશે. ભારતની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતી, જે વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. નોટિંઘમમાં ગુરૂવારે દિવસભર વરસાદ થયો જેના કારણે એક પણ બોલ ફેંકી ન શકાયો. અમ્પાયરોએ ભીના મેદાનના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના પ્રશંસકોએ ત્યારબાદ આઈસીસીને નિશાના પર લીધુ હતુ અને તેના શિડ્યૂલ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારબાદ ભારતીયોએ ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન રહેનારા હવામાનને લઈ જાણકારી ભેગી કરવાનું શરૂ કર્યું.
હવામાન વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે વરસાદ થઈ શકે છે. એક્યૂવેધરના રિપોર્ટ અનુસાર, મેનચેસ્ટરમાં રવિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે અને બપોરે વરસાદ થવાની સંભાવના પણ છે. એવામાં મેચ દરમ્યાન વરસાદનું વિઘ્ન આવી શકે છે. જોકે, શુક્રવારે એટલે કે આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની અને હળવો વરસાદ થવાની ભવિષ્યવાણી હતી. પરંતુ, શુક્રવારે મેનચેસ્ટરમાં વરસાદ ન થયો.
એવામાં માનવામાં આવી રહ્યું છે કે, રવિવારે પણ હવામાન આ રીતે મેચને મદદગાર થઈ શકે છે. બીબીસી વેધર રિપોર્ટ અનુસાર, શુક્રવારે મેનચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું અને તાપમાન 13 ડિગ્રી આસપાસ રહ્યું. આ દરમ્યાન 63 ટકા ભેજ રહ્યો અને 14 કિમી પ્રતિકલાકની સ્પીડે પવન રહ્યો.
બ્રિટિશ હવામાન વિભાગ અનુસાર, અઠવાડીયાના અંત સુધીમાં મેનચેસ્ટરમાં વાતાવરણ આજ પ્રકારનું રહેશે. આમ તો રવિવારે વરસાદની સંભાવના છે. જોકે, વરસાદ બાદ હવામાન સાફ થઈ શકે છે. વરસાદના સમયે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. પરંતુ, દિવસભર વાતાવરણ આવુ નહી રહે તો મેચ થવાની પૂરી સંભાવના છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર