ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની હાર નક્કી, સિરીઝ પણ હાથથી ગઈ!

News18 Gujarati
Updated: September 2, 2018, 11:03 AM IST
ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની હાર નક્કી, સિરીઝ પણ હાથથી ગઈ!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહી છે ચોથી ટેસ્ટમેચ

એશિયાથી બહાર 200 રનનો ટાર્ગેટ ટીમ ઈન્ડીયા માત્ર 3 વખત જ પાર કરી શકી છે

  • Share this:
વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયા ઈગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાના સપના લઈ પહોંચી હતી, પરંતુ હવે આ સપનું તૂટતુ દેખાઈ રહ્યું છે. સિરીઝની પહેલી બે ટેસ્ટમાં હાર્યા બાદ ટીમ ઈન્ડીયાએ નોંટિંઘમમાં ત્રીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં વાપસીની આશા બતાવી હતી. જોકે, હવે ટીમ ઈન્ડીયા સાઉથૈંટેનમાં હારવાના દરવાજા પર ઉભી છે. સાઉથૈંટેન ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ 223 રનથી આગળ થઈ ગઈ છે, અને આ ટીમ ઈન્ડીયા માટે મોટી મુશ્કેલી છે.

હવે જીત નામુમકિન!
ટીમ ઈન્ડીયાએ સાઉથૈટેંનમાં જીત મેળવવા માટે ઐતિહાસિક પ્રદર્શન કરવું પડશે. તમને જણાવી દઈએ કે, એશિયાથી બહાર 200 રનનો ટાર્ગેટ ટીમ ઈન્ડીયા માત્ર 3 વખત જ પાર કરી શકી છે. ભારતીય ટીમને 61 વખત 200 રનથી વધારેનો ટાર્ગેટ મળ્યો અને 36 વખત તે ટેસ્ટ મેચ હારી ગઈ, 22 વખત ડ્રો રહી અને માત્ર 3 મુકાબલામાં ટીમ ઈન્ડીયાએ જીત મેળવી છે.

ડરાવે તેવી વાત એ છે કે, ભારતે એશિયા બહાર છેલ્લે 200થી વધારે રનનો ટાર્ગેટ 15 વર્ષ પહેલા પાર કર્યો હતો. વર્ષ 2003-04માં એડિલેડમાં ટીમ ઈન્ડીયાએ આ પ્રદર્શન કરી બતાવ્યું હતું. હાલની ટેસ્ટ સિરીઝમાં આ બનવું લગભગ નામુમકીન દેખાઈ રહ્યું છે, કારણ કે, વિરાટ કોહલી અને પૂજારા સિવાય બીજા બેટ્સમેનનું પ્રદર્શન ઘણું ખરાબ જોવા મળી રહ્યું છે. જોકે, ક્રિકેટમાં કઈં પણ મુમકીન છે, એવું પણ બની શકે છે કે ટીમ ઈન્ડીયા સાઉથૈંટેનમાં સુપર-ડુપર જીત મેળવી પણ શકે.
First published: September 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading