ક્રિકેટ રસીકો - ઓસ્ટ્રેલિયામાં નહીં થાય T-20 વર્લ્ડ કપ, ભારતમાં કરાશે આયોજન?

News18 Gujarati
Updated: April 21, 2020, 7:15 PM IST
ક્રિકેટ રસીકો - ઓસ્ટ્રેલિયામાં નહીં થાય T-20 વર્લ્ડ કપ, ભારતમાં કરાશે આયોજન?
પ્રતિકાત્મક તસવીર

આઈપીએલને પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે પરંતુ, આ સપ્ટેમ્બરમાં આયોજનની સંભાવના છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે ક્રિકેટ પૂરી રીતે ઠપ્પ છે અને ભવિષ્યમાં થનારી મોટી ટૂર્નામેન્ટ અને સિરીઝના સમીકરણ પણ બગડતા દેખાઈ રહ્યા છે. આ વાયરસના કારણે આઈપીએલ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ છે અને હવે ઓક્ટોબરમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આ બધા વચ્ચે સુનિલ ગાવસ્કરે ટી-20 વર્લ્ડ કપના આયોજન માટે એક અનોખી સલાહ આપી છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ભારતમાં ટુંક સમયમાં ખતમ થઈ જવાની સ્થિતિમાં છે, ઓસ્ટ્રેલિયા સાથે ટી-20 વર્લ્ડ કપની અદલા-બદલી કરી શકે છે, અને 2021ના કારણે આ વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ટી-20 વર્લ્ડ કપ થવાનો છે અને આગામી વર્ષે 2021માં ભારતે તેની મેઝબાની કરવાની છે.

ગાવસ્કરે કહ્યું - ભારતમાં કરાવવામાં આવે ટી-20 વર્લ્ડ કપ

ગાવસ્કરે ઈન્ડિયા ટૂડે સાથે વાતચીતમાં સલાહ આપી કે, જેમ કે આપણને ખબર છે કે, ઓસ્ટ્રેલિયાએ 30 સપ્ટેમ્બર સુધી દેશમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ કરી દીધો છે. ટૂર્નામેન્ટ ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે, જેથી ત્યાં આયોજન મુશ્કેલ લાગે છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે T-20 વિશ્વ કપ ભારતમાં થવાનો છે. જો ભારત અને ઓસ્ટ્રેલિયા કરાર કરી લે અને ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ઓછી થઈ જાય છે, તો તે ટૂર્નામેન્ટની અદલા બદલી કરી શકે છે. આ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થઈ શકે છે, અને ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે લગભગ આ સમયે જ.

આઈપીએલને પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે પરંતુ, આ સપ્ટેમ્બરમાં આયોજનની સંભાવના છે. ગાવસ્કરે કહ્યું કે, જો આવું થાય તો, ટી-20 વિશ્વ કપના ઠીક પહેલા આઈપીએલનું આયોજન થઈ શકે છે, જેથી ખેલાડીઓને પર્યાપ્ત અભ્યાસ મળી જશે. ત્યારબાદ તમે નવેમ્બરમાં ટી-20 વિશ્વકપ અને ડિસેમ્બરમાં યૂએઈમાં એશિયા કપનું આયોજન કરી શકો છો. ડિસેમ્બરમાં યૂએઈમાં ટૂર્નામેન્ટની મેઝબાની માટે ઘણો સારો સમય છે.

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડી T-20 વર્લ્ડ કપ સ્થગિત કરવાની વાત કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, જો ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન હટી ગયું તો પણ ઓસ્ટ્રેલિયાની સરકાર તુરંત ભરેલા સ્ટેડિયમમાં વર્લ્ડકપની મંજૂરી નહીં આપે અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું માનવું છે કે, ખાલી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટના આયોજનથી તો સારૂ સ્થગિત કરી દેવામાં આવે.
First published: April 21, 2020, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading