Home /News /sport /સૂર્યકુમાર યાદવની એક સદી અને 9 અડધી સદી, 59 છગ્ગા સાથે 1000 રનનો રેકોર્ડ બનાવ્યો

સૂર્યકુમાર યાદવની એક સદી અને 9 અડધી સદી, 59 છગ્ગા સાથે 1000 રનનો રેકોર્ડ બનાવ્યો

સૂર્યકુમાર યાદવ ચમક્યો

India vs Zimbabwe T20 World Cup 2022: T20 વર્લ્ડ કપના ગ્રુપ રાઉન્ડની અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વે સામે 186 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) શાનદાર ઇનિંગ રમી અને તે 61 રન બનાવીને અણનમ રહ્યો હતો.

    નવી દિલ્હી: વર્ષ 2022 સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) માટે અત્યાર સુધીનું શ્રેષ્ઠ સાબિત થયું છે. T20 વર્લ્ડ કપની (T20 World Cup) એક મેચમાં તેણે રવિવારે ઝિમ્બાબ્વે સામે અણનમ 61 રન બનાવ્યા હતા. આ તેની વર્ષની 9મી ફિફ્ટી છે. આ સાથે તેના 1,000 રન પણ પૂરા થઈ ગયા. આ પહેલા કોઈ ભારતીય બેટ્સમેન T20 ઈન્ટરનેશનલમાં એક વર્ષમાં 1000 રન પૂરા કરી શક્યા નહોતા. મેચમાં (IND vs ZIM), ભારતે પહેલા રમતા 5 વિકેટે 186 રન બનાવ્યા છે. જો ટીમ આ મેચ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે. કેએલ રાહુલે પણ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો: INDvsZIM: સૂર્યા ફરી ઝળહળ્યો! રાહુલ પણ ફોર્મમાં, પંત ફરી નિષ્ફળ, તકનો લાભ ઉઠાવી ન શક્યો

    આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 244ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા. 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગના કારણે ભારતે છેલ્લી 5 ઓવરમાં 79 રન બનાવ્યા હતા. વર્તમાન T20 વર્લ્ડ કપમાં આ તેની ત્રીજી અડધી સદી છે. આ પહેલા તેણે નેધરલેન્ડ સામે અણનમ 51 અને દક્ષિણ આફ્રિકા સામે 68 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ ભારત માટે 3 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, રાહુલે 2 ફિફ્ટી ફટકારી છે.

    રિઝવાન પણ પાછળ નથી

    2022ની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલની 28 ઇનિંગ્સમાં 45ની એવરેજથી 1026 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. એટલે કે 10 વખત તેણે 50થી વધુ રનની ઇનિંગ રમી છે. સ્ટ્રાઈક રેટ 187 છે. જેમાં 93 ફોર અને 59 સિક્સર ફટકાર્યા છે. અત્યાર સુધી અન્ય કોઈ 1000 રનનો આંકડો પાર કરી શક્યું નથી. જો કે તેની પાછળ પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 23 ઇનિંગ્સમાં 46ની એવરેજથી 924 રન બનાવ્યા છે. 9 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 123 છે. ભારત અને પાકિસ્તાન બંને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં રિઝવાન પાસે પણ હજાર રન પૂરા કરવાની તક છે.

    T20 ઇન્ટરનેશનલમાં એક વર્ષમાં એક હજાર બનાવવાની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ સમગ્ર વિશ્વમાં માત્ર બીજા બેટ્સમેન છે. હાલ, સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિઝવાનના નામે છે. તેણે 2021માં 26 ઇનિંગ્સમાં 1326 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 12 અડધી સદી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Suryakumar yadav, T20 World Cup 2022, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन