IND vs SL: યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ પણ કોરોના પોઝિટિવ, કુલ 3 ખેલાડી સંક્રમિત

India vs Sri lanka Series: ભારતના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ (AFP)

શ્રીલંકા સરકારના પ્રોટોકોલ મુજબ યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે, રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દેશ છોડી શકશે

  • Share this:
    કોલંબો. ટીમ ઈન્ડિયા (Team India) શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝ રમવા ગઈ હતી. ગુરૂવારે રમાયેલી અંતિમ ટી20 મેચમાં ભારતને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે શ્રીલંકાએ સીરીઝ પર 2-1થી જીતી લીધી. કૃણાલ પંડ્યા (Team India) કોરોના પોઝિટિવ થયા બાદ વધુ 8 ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને સીરીઝની અંતિમ બે મેચ નહોતા રમી શક્યા. પરંતુ હવે રિપોર્ટ આવી રહ્યા છે કે વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે.

    ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham)પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. નવા ટેસ્ટ બાદ આ પરિણામ આવ્યા છે. આ પહેલા પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, મનીષ પાંડે, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ અને દીપક ચાહરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. કૃણાલ પંડ્યાની આ ખેલાડીઓ સાથે સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી. ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકાથી રવાના થશે. આઇસોલેશનમાં રહેનારા અન્ય ખેલાડીઓ હાર્દિક, પૃથ્વી, સૂર્યકુમાર, મનીષ, દીપક ચાહર અને ઈશાનના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેઓ પણ ટીમની સાથે ભારત આવશે.

    આ પણ વાંચો, IND vs SL : ત્રીજી ટી-20માં શ્રીલંકાનો 7 વિકેટે વિજય, 2-1થી શ્રેણી જીતી

    10 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે

    શ્રીલંકા સરકારના પ્રોટોકોલ મુજબ, પોઝિટિવ આવનારા ખેલાડીઓને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. ત્યારબાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ દેશ છોડી શકાય છે. સંપર્કમાં આવનારા વ્યક્તિઓને 7 દિવસ આઇસોલેશનમાં રહેવાનું હોય છે. યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમના કોરોના પોઝિટિવ રિપોર્ટ શુક્રવારે આવ્યો છે. આવી સ્થિતિમાં તેમને આગામી 10 દિવસ સુધી શ્રીલંકામાં જ રહેવું પડશે.

    આ પણ વાંચો, Tokyo Olympics: મેરિકોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

    પૃથ્વી શૉ અને સૂર્યકુમારને લઈને માહિતી નથી

    બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડમાં યોજાનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે પસંદગી થઈ હતી. પરંતુ શ્રીલંકામાં કોરોનાના કેસ આવ્યા બાદ બંને ખેલાડીઓને લઈને બોર્ડ તરફથી હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું. રિપોર્ટ મુજબ, તેમના સ્થાને બીજા ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: