પાક. કેપ્ટને આવું વિચારી પસંદ કરી હતી બોલિંગ, ફ્લોપ થઈ ચાલ!

પાકિસ્તાનના પ્લાન પર વરસાદ ઉપરાંત ભારતીય બેટ્સમેનોએ પાણી ફેરવ્યું

News18 Gujarati
Updated: June 17, 2019, 1:45 PM IST
પાક. કેપ્ટને આવું વિચારી પસંદ કરી હતી બોલિંગ, ફ્લોપ થઈ ચાલ!
પાકિસ્તાનના કેપ્ટનની ચાલ પડી ગઈ ઊંધી
News18 Gujarati
Updated: June 17, 2019, 1:45 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : મેચ હાર્યા બાદ પાકિસ્તાન કેપ્ટન સરફરાજ અહમદની આકરી ટીકા થઈ રહી છે. જોકે, પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ અને ટીમ બંને એ વાતને ધ્યાનમાં રાખીને ક્રિકેટ રમી રહ્યા હતા કે મેચમાં વરસાદ પડવાની આશા છે. ઈતિહાસ સાક્ષી છે કે ડકવર્થ-લૂઇસનો નિયમનો લાભ હંમેશા પહેલા બોલિંગ કરનારી ટીમને જ મળ્યો છે.

એક દિવસ પહેલા પડ્યો હતો વરસાદ

અસલમાં માનચેસ્ટરના આ મેદાનમાં મેચના ઠીક પહેલા બપોરે ભારે વરસાદ પડ્યો હતો, આ ઉપરાંત મેચના ઠીક પહેલા પણ અહીં ઝરમર વરસાદ પડ્યો હતો. પાકિસ્તાની કેમ્પને તમામ જોર એ વાત પર હતું કે જો વરસાદના કારણે મેચમાં વિઘ્ન પડે છે તો કોઈક રીતે ભારતના હાથથી મેચ છટકી જશે. એવામાં પાકિસ્તાનની સૌથી સફળ રણનીતિ એ હતી કે પહેલા બોલિંગ કરવામાં આવે, કારણ કે પાકિસ્તાનને હંમેશાથી પોતાના બેટ્સમેનો કરતાં બોલર્સ પર વધુ વિશ્વાસ રહ્યો છે.

ભારતને ઓછા સ્કોરે રોકીને ડકવર્થ લૂઈસનો ફાયદો ઉઠાવવા માંગતું હતું પાક

એવામાં પાકિસ્તાની કેપ્ટનના મગજમાં આ રણનીતિ ચાલી રહી હતી કે જો પાકિસ્તાની બોલર ભારતીય બોલર્સને ઓછા રનોમાં સમેટી લે છે અને બીજી ઇનિંગમાં પાકિસ્તાની ટીમને માત્ર થોડીક ઓવર જ રમવી પડે છે તો તેમાં પાકિસ્તાની ટીમ પૂરી રીતે સક્ષમ છે.

ટોસ જીતી પહેલા બોલિંગ કરવી પાકિસ્તાનની ગણતરી મુજબ હતું ફાયદારૂપ

Loading...

પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ ઉલ હક હોય કે બાબર આજમ કે પછી ફકર જમાન કે પછી તેમના બાદ મોહમ્મદ હફીજ અને શોએબ મલિક અને સરફરાજ અહમદ સુધી તમામ ઓછી ઓવરમાં સારું રમવા માટે જાણીતા છે.

આ પણ વાંચો, પાકિસ્તાનની ધોલાઈની સાથે ભારતે બનાવ્યા આ 10 રેકોર્ડ

જો આ ટીમને ડકવર્થ લૂઈસ હેઠળ માત્ર 15 કે 20 ઓવરોમાં 150 કે તેનાથી વધુ રન પણ ચેઝ કરવું હોય તો ટીમ પૂરી તાકાત લગાવી દેશે. પાકિસ્તાની ટીમમાં આ રણનીતિને અપનાવતા ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

રોહિત-રાહુલ-કોહલીએ બગાડ્યો પાકિસ્તાનનો ખેલ

પરંતુ સંયોગથી વરસાદે તે સ્તરે મેચમાં ખલેલ પહોંચાડી નહીં અને જ્યારે ખલેલ પહોંચાડી તો મેચ પાકિસ્તાનના હાથથી સરકી ચૂકી હતી. જોકે, પાકિસ્તાની રણનીતિની હવા ભારતીય બેટ્સમેનોએ પણ કાઢી દીધી હતી. કારણ કે જે તૈયારી સાથે પાકિસ્તાને પહેલા બોલિંગ પસંદ કરી તેમાં તેઓ બિલકુલ નિષ્ફળ રહ્યા.

રોહિત શર્માએ પાકિસ્તાનની ચાલ બગાડી દીધી.


બોલર મોહમ્મદ આમિર ઉપરાંત કોઈ બીજો બોલર પ્રભાવિત ન કરી શક્યો અને ભારત તરફથી રોહિત શર્મા, કેએલ રાહુલ અને કેપ્ટન કોહલીએ જે રીતે રન કર્યા તેનાથી પાકિસ્તાનની હવા નીકળી ગઈ.

આ પણ વાંચો, વર્લ્ડ કપ 2019: જીતના એ 5 હીરો જેમણે પાક.નો સફાયો કરી દીધો
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...