Home /News /sport /IND vs NZ:શું ધવનની ‘નવી ભારતીય ટીમ’ ઓકલેન્ડમાં 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે?

IND vs NZ:શું ધવનની ‘નવી ભારતીય ટીમ’ ઓકલેન્ડમાં 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે?

શુક્રવારે શ્રેણીની પ્રથમ વનડે રમશે

IND vs NZ: ભારતીય ટીમ જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે સિરીઝ રમવા ગઈ છે ત્યારે 19 વર્ષથી દર વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં ટીમ ઈન્ડિયા શુક્રવારે શ્રેણીની પ્રથમ વનડે રમશે.

    ઓકલેન્ડ: ન્યૂઝિલેન્ડ સામે 25 નવેમ્બરેથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં શિખર ધવનના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓકલેન્ડમાં 19 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરવાનો પ્રયાસ કરશે. વાસ્તવમાં અહીં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતે છેલ્લી વખત ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે 2003માં વનડે જીતી હતી. 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી ઓકલેન્ડમાં રમાશે.

    ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ વનડે જીતી નથી


    ભારતીય ક્રિકેટ ટીમે 19 વર્ષથી ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે એક પણ વનડે જીતી નથી. શિખર ધવનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પર ખરાબ રેકોર્ડથી છુટકારો મેળવવાનું દબાણ રહેશે. ઓકલેન્ડ વનડે પહેલા ટીમે સારી તૈયારી પણ કરી લીધી છે. ભારતીય ટીમ જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે સિરીઝ રમવા ગઈ છે ત્યારે 19 વર્ષથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. વાત કરવામાં ઓકલેન્ડના ઈડન પાર્કની, જ્યાં ટીમ ઈન્ડિયા શુક્રવારે શ્રેણીની પ્રથમ વનડે રમશે. છેલ્લી વખત ભારત વર્ષ 2003માં અહીં વનડે જીત્યું હતું. ત્યારબાદ ભારતે જ્યારે પણ ઓકલેન્ડમાં વનડે મેચ રમી છે ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકોને આશા છે કે, ધવનની કેપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આ રેકોર્ડનો અહીં જ અંત લાવશે અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતશે.

    આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપુણતાનો ડંકો વગાડ્યો

    ભારતે ન્યૂઝીલેન્ડમાં કુલ 9 વનડે સિરીઝ રમી


    ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધી કુલ 9 વનડે સિરીઝ રમી છે, જેમાં અત્યાર સુધી માત્ર બે સિરીઝ જીતી શકી છે. જ્યારે 5 સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે સિરીઝ બરાબરી પર રહી હતી. ODIની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે કુલ 42 મેચ રમી છે, જેમાંથી તેને માત્ર 14 મેચમાં જ જીત મળી છે, જ્યારે 25 મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

    આ પણ વાંચો: સંજુ સેમસનને ટીમ ઇન્ડિયામાં કેમ તક નથી મળી રહી, શિખર ધવને કર્યો ખુલાસો

    ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમે 55 મેચ જીતી


    આમ જોવા જઈએ તો ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ઓવરઓલ ઓડીઆઈ રેકોર્ડમાં ટીમ ઈન્ડિયા વધુ સારી છે. બંને ટીમો અત્યાર સુધીમાં 110 વનડેમાં આમને-સામને આવી છે, જેમાં ભારતીય ટીમે 55 મેચ જીતી છે. જ્યારે ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાથી 6 મેચોથી ઓછી 49 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી જ્યારે 5નું પરિણામ આવ્યું ન હતું.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: IND vs NZ, Indian Cricket, Indian cricket news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन