Home /News /sport /Ind vs NZ: શુભમન ગિલના તોફાનને રોકવું મુશ્કેલ, સતત બીજી વનડેમાં સદી ફટકારી, કરિયરની ત્રીજી સેન્ચુરી

Ind vs NZ: શુભમન ગિલના તોફાનને રોકવું મુશ્કેલ, સતત બીજી વનડેમાં સદી ફટકારી, કરિયરની ત્રીજી સેન્ચુરી

છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે

shubman gill-શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ શરૂઆત કરી છે. ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. ગિલની રમત પહેલા કરતા વધુ આક્રમક બની રહી છે. તેણે છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગીલે ધમાકેદાર ફોર્મ ચાલુ રાખતા વધુ એક શાનદાર ઇનિંગ રમી છે. શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ શરૂઆત કરી છે. ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. ગિલની રમત પહેલા કરતા વધુ આક્રમક બની રહી છે. તેણે છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. ટીમના ઓપનર્સ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 73 બોલમાં 60 રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્મા ટિકનરની બોલિંગમાં આઉટ થયા હતો.

    આ પણ વાંચોઃ યુક્રેનની રાજધાની કીવમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત





    ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમીને શુભમન ગિલે માત્ર 52 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા હતા. આ પછી, તેણે પોતાની ઇનિંગ્સને ઝડપી બનાવતા, ચોગ્ગા ફટકારીને સતત બીજી સદી ફટકારી. 87 બોલ રમ્યા બાદ ગિલે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.


    ગિલની ત્રીજી વનડે સદી


    આ યુવાને ભલે પોતાની પ્રથમ વન-ડેમાં રન બનાવવા માટે સમય લીધો હોય, પરંતુ હવે તેણે એક પછી એક સતત બે સદી ફટકારી છે. તેણે શ્રીલંકા સામે વિશાખાપટ્ટનમમાં વિરાટ કોહલી સાથે બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી અને અહીં તેણે એકલા હાથે સદી ફટકારી હતી. તેણે ગયા વર્ષે હરારેમાં ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી અને ત્યારબાદ 10મી ઇનિંગ્સમાં વધુ બે સદી ફટકારી હતી. હાલ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે.

    બન્ને ટીમની પ્લેઇંગ-11


    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

    ન્યૂઝીલેન્ડ: ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલસ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, હેનરી શિપલે, બ્લેર ટિકનર અને લોકી ફર્ગ્યુસન.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Century, IND vs NZ, Shubman Gill

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन