India vs England: કઈ તારીખે છે T-20 મુકાબલો? સૂર્યકુમાર, ઈશાન અને તેવટિયાને નહીં મળે પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન

India vs England: કઈ તારીખે છે T-20 મુકાબલો? સૂર્યકુમાર, ઈશાન અને તેવટિયાને નહીં મળે પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન
વીવીએસ લક્ષ્મણ

તેમને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, પૂર્વ ભારતીય વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, આ ખેલાડીઓને ભાગ્યે જ પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે

  • Share this:
    તાજેતરમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડને 3-1થી હરાવ્યું છે. જે બાદ હવે ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી પાંચ ટી-20 મેચોની સિરીઝની શરૂઆત થશે. આ સિરીઝની દરેક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન અને રાહુલ તેવટિયાને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, પૂર્વ ભારતીય વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે, આ ખેલાડીઓને ભાગ્યે જ પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

    લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય ટીમ પાસે સંતુલિત મિડલ ઓર્ડર હોવાના કારણે આ ત્રણેય ખેલાડીઓ ડેબ્યુ કરી શકે તેવી શક્યતા ઓછી છે. હું નંબર-4 પર શ્રેયાંસ ઐયરને જ જોવા માંગુ છું. તેમજ 5માં નંબરે હું રિષભ પંતને જોવા ઈચ્છું છું. જ્યારે નંબર 6 પર હાર્દિક પંડ્યા છે. જેથી મને નથી લાગતું કે આ ત્રણ નવોદિતો આ સિરીઝમાં પોતાનું ડેબ્યુ કરી શકે. પરંતુ મને વિશ્વાસ છે કે જયારે પણ આ ત્રણ ખેલાડીઓને તક મળશે, તેઓ ખુબ સારું પ્રદર્શન કરશે.'



    આ પણ વાંચોબનાસકાંઠા : 'બોલ બટાકાની માતા, કેવું રહે હે, વેણ કે વધાવો', ખેડૂતના રમૂજી વીડિયોએ ધૂમ મચાવી

    ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ:

    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયાંસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઈશાન કિશાન, યૂઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.

    ઇંગ્લેન્ડની ટીમ:

    ઓઇન મોર્ગન, મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરન, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિયમ લિવિંગ્સ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, ટોપ્લે અને માર્ક વુડ.

    આ પણ વાંચોરાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

    ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝ શિડ્યુઅલ

    પ્રથમ ટી-20 : 12 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    બીજી ટી-20 : 14 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    ત્રીજી ટી-20 : 16 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    ચોથી ટી-20 : 18 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    પાંચમી ટી-20 : 20 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
    Published by:kiran mehta
    First published:March 10, 2021, 20:44 pm

    ટૉપ ન્યૂઝ