IND vs ENG: પાવર પ્લેમાં આપણા બેટ્સમન ફરી નિષ્ફળ રહ્યા, જાણો હારના 5 કારણ

IND vs ENG: પાવર પ્લેમાં આપણા બેટ્સમન ફરી નિષ્ફળ રહ્યા, જાણો હારના 5 કારણ
ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો, એટલે કે એક જોડી પર ભરોસો નથી મૂક્યો

ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો, એટલે કે એક જોડી પર ભરોસો નથી મૂક્યો

  • Share this:
    અમદાવાદ. ઈંગ્લેન્ડે ત્રીજી ટી20 મેચ (India vs England)માં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવી દીધું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં મહેમાન ટીમે ટાર્ગેટને 10 બોલ બાકી હતા તે પહેલા માત્ર બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધો. આ રીતે ઈંગ્લિશ ટીમે પાંચ મેચોની સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. સીરીઝની ચોથી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ રમાશે. હારના અગત્યના કારણો જોઈએ તો ટીમ ઈન્ડિયા પાવર પ્લેની પહેલી 6 ઓવરોમાં માત્ર 24 રન જ કરી શકી અને 3 મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી. ટીમના હારના 5 કારણો જાણો...

    પહેલું કારણ- વારંવાર ટીમમાં ફેરફારઃ ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો. એટલે કે એક જોડી પર ભરોસો નથી મૂક્યો. આ કારણે શરૂઆતથી ટીમની લય બગડી જઈ રહી છે. આ ઉપરાંત ટોસ મહત્વ્રપૂર્ણ હોય છે, કારણ કે બીજી ઇનિંગમાં ઝાકળ પડે છે. આ કારણે ઈંગ્લિશ કેપ્ટન ઓયન મોર્ગને ફરી ટોસ જીતીને બોલિંગ લીધી. અત્યાર સુધી ત્રણ મેચમાં ટોસ જીતનારી ટીમે બોલિંગ પસંદ કરી છે. આ ઉપરાંત ત્રણ મેચોમાં ટાર્ગેટનો પીછો કરનારી ટીમ જીતી છે.



    બીજું કારણ- પાવર પ્લેમાં 3 વિકેટઃ ટીમ ઈન્ડિયા ફરી એક વાર 6 ઓવરના પાવર પ્લેમાં રન ન બનાવી શકી. ટીમ પહેલી 6 ઓવરમાં માત્ર 24 રન કરી શકી અને 3 વિકેટ ગુમાવી. આવું જ પ્રદર્શન ટીમે પહેલી ટી20માં કર્યું હતું. બંને મેચના પરિણામ એક સમાન રહ્યા. ફાસ્ટ બોલર માર્ક વુડે શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાને બાંધીને રાખી. તેણે ત્રણ વિકેટ પણ લીધી.

    આ પણ જુઓ, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની મહેંદી, હલ્દી અને સંગીતની તસવીરો પણ થઈ VIRAL

    ત્રીજું કારણ- બોલરની ખોટ વર્તાઈઃ મેચમાં ટીમ માત્ર 5 બોલરોની સાથે ઉતરી હતી. એવામાં 10થી વધુની ઇકોનોમીથી રન આપ્યા બાદ પણ શાર્દુલ ઠાકુર અને યુજવેન્દ્ર ચહલ પાસે બોલિંગ કરાવવી પડી. બીજી તરફ ઈંગ્લિશ ટીમ હંમેશા 6 બોલરોની સાથે મેચમાં ઉતરી રહી છે.

    ચોથું કારણ- ખરાબ ફિલ્ડિંગઃ મેચમાં આપણી ફિલ્ડિંગ ખૂબ ખરાબ રહી. કેપ્ટન કોહલી ઉપરાંત યુજવેન્દ્ર ચહલે એક કેચ છોડ્યો. આ ઉપરાંત આપણે અનેક વખતે રન રોકી ન શક્યા. આ કારણે ઈંગ્લિશ ટીમ પર દબાણ ઊચું ન થયું. તેનો ફાયદો જોસ બટલરે ખૂબ ઉઠાવ્યો.

    આ પણ વાંચો, અનેક બીમારીમાં રામબાણ યારસા ગંબૂની 1 કિલોગ્રામની કિંમત 20 લાખથી વધુ, જાણો કેમ છે તેને લઈને ચિંતા

    પાંચમું કારણ- ટોપ ઓર્ડર નિષ્ફળઃ ત્રણ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેન આપણી ટીમની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. મેચમાં જોસ બટલર 83 રન કરીને અણનમ રહ્યો. આ ઉપરાંત જેસન રોય પણ સારા ફોર્મમાં છે. બીજી તરફ આપણ ઓપનર સહિત ટોપ-3 બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી નથી શક્યા.
    Published by:Mrunal Bhojak
    First published:March 17, 2021, 07:28 am

    ટૉપ ન્યૂઝ