IND vs ENG: બોલરોને પાવર પ્લેમાં વિકેટ ન મળી મિડલ ઓવરમાં રન ન બન્યા, આ રહ્યા હારના 5 કારણો

  • Share this:
    નવી દિલ્હી: ઈંગ્લેન્ડે બીજી વન-ડેમાં ઈન્ડિયાને 6 વિકેટથી હરાવ્યું છે. ઈંગ્લેન્ડની ટીમે મેચ જીતવાની સાથે જ સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. બીજી મેચમાં ઈંગ્લેન્ડના બેસ્ટમેનોએ જોરદાર બેટીંગ કરી હતી. જ્યારે બીજી બાજુ ટીમ ઈન્ડિયાની બોલીંગ ખરાબ રહી હતી. સતત બીજી મેચમાં ભારતીય બોલરો વિકેટ લેવામાં અસફળ રહ્યા હતા. જોની બેયરસ્ટો અને સ્ટોક્સએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી. જેથી ઈંગ્લેન્ડની ટીમે 300 કરતા પણ વધુ રન કરને મેચ જીતી લીધી હતી.

    આ રહ્યા ભારતની હારના પાંચ કારણો

    1. ઈંગ્લેન્ડની જોરદાર ઓપનિંગ: જોની બેયરસ્ટો અને જેસન રોયએ સતત બીજી મેચમાં 100 કરતા વધારે રનની પાર્ટનરશીપ કરી હતી. આપણા બોલરો આ લોકોને જલ્દી આઉટ કરવામાં અસફળ રહ્યા હતા. પહેલી મેચમાં બેયરસ્ટ્રોએ 94 અને બીજી મેચમાં 124 રન બનાવ્યા હતા.

    2. મીડલ ઓવરમાં આપણા રન ન બન્યા: ટીમ ઈન્ડિયાએ 11થી 40 ઓવરની વચ્ચે 169 રન બનાવ્યા હતા. જ્યારે બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમે 259 રન બનાવ્યા હતા. જે આપણા બનાવેલા રન કરતા 90 રન વધારે હતા. ઈંગ્લેન્ડને ટાર્ગેટનો પીછો કરતા સારી શરૂઆત મળી હતી.

    આ પણ વાંચોમાનવતા મરી પરવારી! બીમાર માતાની સારવાર કરાવવાને બદલે પુત્ર અને વહુ રસ્તા પર મુકી જતા રહ્યા

    3. છઠ્ઠા બોલરની ઉણપ: ટીમ ઈન્ડિયાએ પહેલી અને બીજી વન-ડેમાં 5 બોલરોનો ઉપયોગ કર્યો હતો. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ણા અને કૃણાલ પંડ્યાની આ બીજી વન-ડે હતી. આવામાં છઠ્ઠા બોલરની ઉણપ જોવા મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે બંન્ને મેચમાં 6 બોલર સાથે મેદાનમાં ઉતરી હતી.

    4. સ્પિનર સંપૂર્ણ પણે ફેલ: ભારતમાં રમતા ટીમ ઈન્ડિયા ની જીતમાં સૌથી મહત્વ સ્પિન બોલર રહે છે. પરંતુ આ બંન્ને મેચમાં સ્પિન બોલરો સંપૂર્ણ અસફળ સાબિત થયા છે. જ્યારે પ્રથમ મેચમાં કૃણાણને એક વિકેટ મળી હતી. બીજી મેચમાં સ્પિન બોલરોએ 16 ઓવરમાં 156 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મળી ન હતી.

    5. ટોસ મહત્વનો રહ્યો : ઈંગ્લેન્ડની ટીમ બંન્ને મેચમાં ટોસ જીતવામાં સફળ રહી હતી. મહત્વનું છે કે, ભારતમાં ટાર્ગેટનો પીછો કરવો સહેલું માનવામાં આવે છે. અને તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમને થયો હતો. મહત્વનું છે કે પહેલી 3 ટી-20માં પણ ટાર્ગેટનો પીછો કરનાર ટીમની જીત થઇ હતી.
    Published by:kuldipsinh barot
    First published: