નવી દિલ્હી. ટી20 સીરીઝ (India vs England)ની બીજી મેચ આજે અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. પાંચ મેચોની સીરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડે (England) સરળતાથી 8 વિકેટ જીતી હતી. એવામાં ઈંગ્લિશ ટીમ ઉત્સાહથી ભરેલી છે. બીજી તરફ ભારતીય ટીમ (Team India)ની પાસે ફરીથી વાપસી કરવાનો હજુ પણ સમય છે. પહલી અને બીજી મેચની વચ્ચે માત્ર એક દિવસનો ગેપ હતો. એટલે કે હાર બાદ પણ ટીમ ઈન્ડિયા વધુ ફેરફાર નહીં કરી શકે. જોકે ટીમમાં એક ફેરફાર હોઈ શકે છે.
ટીમે સૌથી વધુ બેટિંગ પર ધ્યાન આપવું પડશે. પહેલી મેચમાં કેપ્ટન કોહલી, કેએલ રાહુલ અને શિખર ધવન કંઈ ખાસ નહોતા કરી શક્યા. રાહુલ ટીમ ઈન્ડિયા સાથે લાંબા સમયથી જોડાયેલો રહ્યો, પરંતુ મેચ રમવાની તમ ન મળી. તેણે શુક્રવારે 2021ની પહેલી મેચ રમી. એટલે કે લય પ્રાપ્ત કરવામાં તેને સમય લાગી શકે છે. બીજી તરફ વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમી અને શિખર ધવન પણ વિજય હજારે ટ્રોફી રમીને આવી રહ્યો છે. આ ઉપરાંત 6 ઓવરના પાવરપ્લેમાં આપણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
પહેલી મેચમાં 124 રન કર્યા બકાદ બોલરોની પાસે કંઈક વધારાની અપેક્ષા રાખવા જેવી સ્થિતિ નહોતી. તેમ છતાંય ટીમે ત્રણ સ્પિન બોલરોને તક આપી હતી. એવામાં આ વખતે વોશિંગટન સુદરને બદલે ફાસ્ટ બોલર નવદીપ સૈનીને તક મળી શકે છે. આ એક ફેરફાર ટીમમાં થઈ શકે છે. અક્ષર પટેલે ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું અને યુજવેન્દ્ર ચહલ ટી20ના વિશેષજ્ઞ માનવામાં આવે છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજા બાદ ફરી મેદાનમાં ઉતર્યો છે. એવામાં તેને વધુ એક તક આપવામાં આવી શકે છે.
આ બંને ટીમોનો રેકોર્ડ જોઈએ તો ઈંગ્લેન્ડે અંતિમ 5માંથી 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાને 5માંથી 2માં હાર મળી છે. એવામાં ટીમ ઈન્ડિયા પર દબાણ હશે. જોકે બંને ટીમોની વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 3માં જીત મેળવી છે. એવામાં ઈંગ્લિશ ટીમ ભારતને હળવાશથી નહીં લે. ઈંગ્લિશ ટીમે પહેલી મેચ સરળતાથી જીતી હતી. એવામાં તેમની ટીમમાં ફેરફારની શક્યતા નથી. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. એવામાં બીજી ઇનિંગમાં ઝાકળની શક્યતા રહે છે. એવામાં ટોસ જીતવો મહત્ત્વનો છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે. બીજી ઇનિંગમાં ઝાકળના કારણે બોલ પર પકડ મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર