IND Vs ENG: ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતની વનડે ટીમનું એલાન, કૃણાલ-કૃષ્ણાને મળ્યું સ્થાન

વનડે ટીમમાં ઈશાન કિશનને પડતો મૂકાયો, સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાં સ્થાન કર્યું મજબૂત

વનડે ટીમમાં ઈશાન કિશનને પડતો મૂકાયો, સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાં સ્થાન કર્યું મજબૂત

  • Share this:
    મુંબઈ. ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની જાહેરાત થઈ ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England ODI Series)ની વચ્ચે સીરીઝની ત્રણેય મેચ પુણેમાં રમાશે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે. જોકે વનડે ટીમમાં ઈશાન કિશનને તક નથી મળી. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ચહેરાઓને સામેલ થવાની આશા રાખવામાં આવતી હતી અને તેમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામ સૌથી ઉપર છે.

    ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતની વનડે ટીમ આ પ્રકારે છે...

    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર.

    આ પણ વાંચો, IND vs END 4th T20I: ટીમ ઈન્ડિયાની જીતના 5 મોટા કારણ, બે બોલમાં પલટાઈ ગયું મેચનું પાસું

    પ્રસિદ્ધ કૃષ્ણાએ વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમતાં 7 મેચમાં 22.2ની સરેરાશથી 14 વિકેટ લીધી હતી. તે આ સીઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ રહ્યો. તેની ધારદાર બોલિંગના કારણે જ કર્ણાટક આ સીઝનમાં ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી હતી. જોકે, સેમીફાઇનલમાં તેને મુંબઈએ 72 રને હરાવી દીધું હતું. સેમીફાઇનલ મેચમાં પણ પ્રસિદ્ધે ત્રણ વિકેટ ઝડપી હતી.

    બીજી તરફ કૃણાલ પંડ્યાએ પણ પોતાની ટીમ વડોદરા માટે વિજય હજારે ટ્રોફીમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે આ સીઝનમાં વડોદરા માટે સૌથી વધુ રન ફટકાર્યા. આ સીઝનમાં કૃણાલે 5 મેચમાં 129થી વધુની સરેરાશથી 388 રન કર્યા. આ દરમિયાન તેણે બે સદી અને બે અડધી સદી પણ કરી. પંડ્યાએ આ ઉપરાંત પાંચ વિકેટો પણ ઝડપી.

    આ પણ વાંચો, SBIની ખાસ સુવિધા: હવે એક પણ ડોક્યૂમેન્ટ વગર ઘરે બેઠા ખોલાવી શકશો બેંક ખાતું, જાણો શું છે પ્રોસેસ




    India Vs England ODI Series

    23 માર્ચ- પહેલી વનડે- બપોરે 1:30 વાગ્યે ભારતીય સમય મુજબ
    26 માર્ચ- બીજી વનડે- બપોરે 1:30 વાગ્યે ભારતીય સમય મુજબ
    28 માર્ચ- ત્રીજી વનડે- બપોરે 1:30 વાગ્યે ભારતીય સમય મુજબ
    Published by:Mrunal Bhojak
    First published: