IND Vs ENG 3rd ODI: ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડને ફરી આંચકો આપવાની તક, 7 વર્ષથી આવું નથી થયું

IND Vs ENG 3rd ODI: ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડને ફરી આંચકો આપવાની તક, 7 વર્ષથી આવું નથી થયું
ટીમ ઈન્ડિયાને છેલ્લી બે વનડે સીરીઝમાં હાર મળી છે, ઓસ્ટ્રેલિયામાં 1-2થી જ્યારે ન્યૂઝીલેન્ડમાં 0-3થી હાર મળી હતી

ટીમ ઈન્ડિયાને છેલ્લી બે વનડે સીરીઝમાં હાર મળી છે, ઓસ્ટ્રેલિયામાં 1-2થી જ્યારે ન્યૂઝીલેન્ડમાં 0-3થી હાર મળી હતી

  • Share this:
    પુણે. ટેસ્ટ અને ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા (Team India) વનડે સીરીઝ (India vs England) પણ જીતવા માટે તમામ પ્રયાસ કરશે. ત્રણ મેચોની વનડે સીરીઝ હાલ 1-1થી બરાબર છે. આજે રમાનારી છેલ્લી મેચની વિજેતા ટીમ સીરીઝ પર કબજો કરશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઇંગ્લિશ ટીમ (England)ને જોરદાર આંચકો આપવા માંગશે. વર્ડ્ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ 7 વર્ષથી સતત બે દ્વીપક્ષીય વનડે સીરીઝ હારી નથી.

    ભારતની વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લીવાર ઈંગ્લેન્ડે 2014માં સતત બે વનડે સીરીઝ હારી હતી. તે સમયે પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ મેચોની વનડે સીરીઝ ટીમ ઈન્ડિયાએ 3-1થી જીતી હતી. સીરીઝની એક મેચ રદ થઈ ગઈ હતી. તે સીરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 192 રન કર્યા હતા. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 8 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા સતત ત્રીજી સીરીઝમાં હારથી બચવા માંગશે.



    આ પણ વાંચો, IPL 2021: બીસીસીઆઇએ સોફ્ટ સિન્ગલ નિયમને હટાવ્યો, થર્ડ અમ્પાયરનું કદ વધ્યું

    ટીમ ઈન્ડિયાને છેલ્લી બે વનડે સીરીઝમાં હાર મળી છે. ઓસ્ટ્રેલિયામાં 1-2થી જ્યારે ન્યૂઝીલેન્ડમાં 0-3થી હાર મળી હતી. એવામાં ટીમ આ મેચ જીતીને સીરીઝ જીતવાનો પ્રયાસ કરશે. ટીમ જો આ મેચ હારી જાય છે તો 24 વર્ષ બાદ સતત ત્રીજી વનડે સીરીઝમાં હાર મળશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં ઓછામાં ઓછા બે ફેરફાર કરી શકે છે. કુલદીપ યાદવના સ્થાને યુજવેન્ર્. ચહલ અને કૃણાલ પંડ્યાના સ્થાને વોશિંગટન સુંદરને તક મળી શકે છે.

     પણ વાંચો, Amarnath Yatra: અમરનાથ યાત્રા માટે 1 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન, જાણી લો જરૂરી નિયમો


    ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા બીજી સૌથી સફળ ટીમ

    ઈંગ્લેન્ડની વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમોની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા આ મામલામાં બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની વિરુદ્ધ સૌથી વધુ 84 વનડે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 54 મેચ જીતીને બીજા નંબર પર છે. અન્ય કોઈ ટીમ ઇંગ્લેન્ડની વિરુદ્ધ 50 મેચ નથી જીતી શકી.
    Published by:Mrunal Bhojak
    First published:March 28, 2021, 10:38 am

    ટૉપ ન્યૂઝ