IND Vs ENG: ઈંગ્લિશ મીડિયાએ કહ્યું પિચ ખરાબ હતી, ભારતીય ટીમના પોઇન્ટ કાપવા જોઈએ

અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ જતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર સવાલ ઊભા થઈ રહ્યા છે, અંતિમ નિર્ણય ICC લેશે

અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ જતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર સવાલ ઊભા થઈ રહ્યા છે, અંતિમ નિર્ણય ICC લેશે

  • Share this:
    નવી દિલ્હી. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમવામાં આવેલ ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં પૂર્ણ થઈ ગઈ. મેચ બે દિવસમાં પૂર્ણ થવા પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઈંગ્લિશ કેપ્ટન જો રૂટ (Joe Root)એ સીધો પિચને દોષ આપ્યો નથી. ઈંગ્લિશ ટીમ હારની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (Cricket World Championship)ની ફાઈનલ રેસથી બહાર થઈ ગઈ છે. ચાર મેચની સીરિઝમાં ભારતીય ટીમ (Team India) 2-1થી આગળ છે. અંતિમ મેચ 4 માર્ચથી આ મેદાન પર જ રમવામાં આવશે. ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચવા માટે અંતિમ ટેસ્ટને માત્ર ડ્રો કરવાની જરૂર છે.

    ઈંગ્લિશ મીડિયા (English Media) આ હારને સ્વીકારી નથી શકતી અને પિચને દોષ આપી રહ્યું છે. ટેલીગ્રાફે લખ્યું કે આ પિચ રમવા માટે અનફિટ હતી. મેચ બે દિવસમાં પૂર્ણ થઈ ગઈ. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ કાપી લેવા જોઈએ અને પિચ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ટેલીગ્રાફે વધુમાં કહ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ કદાચ જ પિચને લઈને આઈસીસી (ICC)ને કોઈ અધિકૃત ફરિયાદ કરશે.

    આ પણ જુઓ, VIDEO- IND vs ENG: વિરાટ કોહલીનું ગુજરાતી સાંભળી હાર્દિક-અક્ષર થયા લોટપોટ!

    ફરિયાદ કરવા પછળના બે કારણ છે...પ્રથમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ નજીક છે. અંતિમ મેચ પણ મોટેરાના મેદાન પર થશે. આ સમયે વેન્યૂને લઈને સવાલ ન ઉઠાવી શકાય. બીજુ કારણ છે કે આ વર્ષે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરવાનો છે અને પાંચ મેચની સીરિઝ જીતવાની છે. જો ઈંગ્લેન્ડ પીચને લઈને આઈસીસીને ફરિયાદ કરે છે તો ભારત પ્રવાસ માટે ના પાડી શકે છે અને જેની સીધી અસર ઈંગ્લેન્ડ બોર્ડ (England Cricket Board)ની રેવન્યુ પર અસર પડશે.

    આ પણ વાંચો, IND VS ENG: શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ ખરાબ હતી? જાણો શું કહે છે ICCના નિયમ

    બીજી તરફ, ગાર્ડિયને પિચથી વધુ મેનેજમેન્ટ પર સવાલ ઊભા કર્યા છે. ન્યુઝ પેપરે લખ્યું છે કે ટીમ તે પહેલા ચેન્નઈની પિચ પર પણ સ્પિન બોલરોનો પણ સારી રીતે સામનો કરી ન શકી હતી. જે સિવાય ટીમના ચયનમાં પણ ગરબડ થઈ. ભારતીય ટીમે ત્રણ સ્પિન બોલરોને ઉતાર્યા તો ઈંગ્લેન્ડ માત્ર એક સ્પિન બોલર સાથે આવી. અમારા બેટ્સમેનોએ સ્પિન બોલર સામે બેટીંગ કરવી શીખવી પડશે. આ ઉપરાંત બીબીસીએ લખ્યું કે ભારતીય ટીમે બે દિવસમાં જ ઈંગ્લેન્ડ સામે સહેલાઈથી જીત મેળવી. પરંતુ બંને ટીમ સારુ ન રમી શકી. ભારતીય ટીમ પણ પ્રથમ વખતમાં માત્ર 145 રન કરી શકી. ઈંગ્લેન્ડ ટોસ જીતીને પ્રથમ વખતમાં વધુ સ્કોર ન કરી શકી, જે એક મુખ્ય કારણ રહ્યા.
    Published by:Mrunal Bhojak
    First published: