અમદાવાદ. આજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરીઝ પૈકી ચોથી ટી-20 રમાવા જઈ રહી છે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે 8 વિકેટથી, બીજી મેચ ભારતે 7 વિકેટથી અને ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે 8 વિકેટે મેચ જીતી હતી. ત્યારે હવે આજની મેચમાં જીતના ઇરાદે મેદાનમાં ઉતારનારી ભારતીય ટીમ ઇચ્છશે કે જો તે ટોસ હારે તો આ મેચના રિઝલ્ટમાં નિર્ણાયક સાબિત ન થાય. ઉલ્લેખનીય છે કે, તાજેતરની સિરીઝમાં રન ચેઝ કરનારી ટીમોએ આસાનીથી જીત મેળવી છે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે આ વર્ષે ઘરેલુ ક્રિકેટ ગ્રાઉન્ડ પર થનારા ટી-20 વર્લ્ડ કપને જોતાં ટીમ રન ચેઝ કરે કે પ્રથમ બેટિંગ કરે તેનાથી વધુ ફરક નથી પડતો. ટીમનું પ્રદર્શન સારું હોવું જોઈએ. ઇંગ્લેન્ડ પણ ભારતની જેમ દરેક પરિસ્થિતિમાં જીત મેળવવા માંગે છે અને ગત મેચમાં જીત મેળવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ ઉત્સાહિત હશે.
જાણો, ક્યારે રમાશે મેચ અને લાઈવ સ્ટ્રીમિંગ વિશે - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી-20 મેચ આજે એટલે કે 18 માર્ચના રોજ રમાશે. ઉલ્લેખનીય છે કે, આ મેચ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરુ થશે. આ મેચ માટે સાંજે 6.30 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચને સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ નિહાળી શકાશે. સાથે જ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો ટીવી અને એરટેલ ટીવી પર પણ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અને અમદાવાદનું હવામાન - ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમના રીનોવેશન થયા બાદ આ પ્રથમ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. પરંતુ આ પહેલા જાન્યુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમાઈ ચૂકી છે. આ પિચ સ્પિનરો માટે મદદરૂપ નીવડી છે, તેમજ આ મેદાનમાં 160થી વધુનો સ્કોર મેચ જીતવા માટે સારો રહી શકે છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જોકે, સાંજના સમયે તાપમાન 26-33 ડિગ્રી સેલ્સિયસ થતા વાતાવરણ ઠંડક ભર્યું રહેશે, જયારે ભેજનું પ્રમાણ 38 ટકા હશે, સાથે જ વરસાદની સંભાવના નહિવત છે.
" isDesktop="true" id="1080844" >
અમદાવાદના હવામાનના હિસાબે જોઈએ તો ટોસ એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. પિચ અને હવામાનના રિપોર્ટને જોતાં ટોસ જીતનાર ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર