Home /News /sport /

IND vs ENG, 3rd T20I: પ્લેઇંગ XI, મૌસમ-પિચનો મિજાજ, ઓનલાઇન સ્ટ્રીમિંગ, જાણો બધું જ

IND vs ENG, 3rd T20I: પ્લેઇંગ XI, મૌસમ-પિચનો મિજાજ, ઓનલાઇન સ્ટ્રીમિંગ, જાણો બધું જ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાશે ત્રીજી ટી20 મેચ, જાણો કયા ખેલાડીને મળી શકે છે તક

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાશે ત્રીજી ટી20 મેચ, જાણો કયા ખેલાડીને મળી શકે છે તક

  અમદાવાદ. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ (India vs England)ની ત્રીજી મેચ બુધવાર (16 માર્ચ)એ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. ટી20 સીરીઝની પહેલા મેચમાં આઠ વિકેટથી શરમજનક હારનો સામનો કર્યા બાદ ભારતે બીજી મેચમાં સાત વિકેટથી જીત નોંધાવી પાંચ મેચોની સીરીઝ 1-1થી બરાબર કરી. વિરાટ કોહલી અને તેની ટીમ બીજી મેચમાં દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. એવામાં ભારતીય ટીમ વિજયી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર નહીં કરવા માંગે. જોકે નિયમિત ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને બે મેચમાં આરામ આપ્યા બાદ વાપસીની શક્યતા છે. એવામાં કેએલ રાહુલ નિષ્ફળ જતા તેને પડતો મૂકવામાં આવી શકે છે. સાથોસાથ ભારતનો ટાર્ગેટ ઓક્ટોબરમાં પોતાની મેજબાનીમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે યોગ્ય સંયોજન શોધવાનો છે.

  ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ત્રીજી T20 મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા સામેલ થઈ શકે છે. ઈશાન કિશનને ફરી તક મળવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિરાટ કોહલી, પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાને સ્થાન પણ પાકું માનવામાં આવી રહ્યું છે. વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલનું સ્થાન પણ નક્કી જ છે.

  આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની મહેંદી, હલ્દી અને સંગીતની તસવીરો પણ થઈ VIRAL

  આવી હોઈ શકે છે અમદાવાદની પિચ - પહેલી ટી20 મેચની જેમ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે ફાયદારૂપ હેશ. ખાસ કરીને બીજી ઇનિંગમાં, જ્યારે ઝાકળ મુખ્ય ભૂમિકા ભજવશે.

  આવું રહેશે અમદાવાદનું હવામાન - હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં સરેરાશ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જેના કારણે વરસાદની કોઈ શક્યતા નથી.

  લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો? - ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે મેચનું ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.

  આ પણ વાંચો, પાવરી હો રી હૈ' ટ્રેન્ડ પાછળ 'પૂ'ની પ્રેરણા: કરીના કપૂર અંગે દાનાનીર મુબિને કહ્યું કંઇક આવું

  ક્યાં જોઈ શકો છો લાઇવ સ્ટ્રીમિંગ? - ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિયો ટીવી અને હોટસ્ટાર પર જોઈ શકાય છે.

  ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ

  ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ જેસન રોય, જોસ બટલર (વિકેટકિપર), ડેવિડ મલાન, જોની બેયરેસ્ટો, ઓયન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, સૈમ કરણ, જોફ્રા આર્ચર, ટોમ કરણ, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: England, Eoin Morgan, India vs england, Narendra Modi Stadium, Team india, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી, સ્પોર્ટસ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन