અમદાવાદ. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની વચ્ચે ચાર મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદ (Ahmedabad)માં નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium)માં રમાશે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ છે, જે પિન્ક બોલથી રમાશે. આ ભારતમાં રમાનારી બીજી ડે-નાઇટ ટેસ્ટ હશે. આ પહેલા કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ભારતે બાંગ્લાદેશની વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી. અમદાવાદ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ક્રિકેટરોએ અનેક ખાસ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ અહીં 10 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા તો કપિલ દેવે (Kapil Dev)એ અહીં 83 રન આપીને 9 વિકેટ લઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં રિચર્ડ હેડલીનો સૌથી વધુ ટેસ્ટ વિકેટનો તત્કાલીન રેકોર્ડ પણ આ મેદાન પર તોડ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી સીરીઝની બે મેચ રમાઈ છે જે બંને ચેન્નઈમાં યોજાઈ હતી. જેમાંથી એકમાં ઈંગ્લેન્ડ અને એકમાં ભારતે જીત મેળવી હતી. બંને ટીમોની એક-એક જીત સાથે સીરીઝ 1-1 પર બરાબર છે.
મોટેરાની પિચનો રિપોર્ટ
ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સીમ અને સ્વિંગની મદદ મોટાભાગે ક્યૂરેટર ઉપર હોય છે, જે પિચ પર વધારાનું ઘાસ રાખે છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે પિન્ક બોલ સખ્ત રહે અને લાંબા સમય સુધી પોતાની ચમક બરકરાર રાખી શકે. ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલા મોટેરાની પિચ પર એટલું જ ઘાસ હતું કે પિચ અને ગ્રાઉન્ડમાં ભેદ કરવો મુશ્કેલ હતો. પરંતુ એક દિવસ પહેલા સુધી મોટાપાયે ઘાસને કાપવામાં આવી ચૂક્યું હતું. ત્યારબાદ અંદાજો લગાવવામાં આવી શકાય ક મેચના દિવસ સુધી તેની પર વધુ ઘાસ નહીં બચે. પિચ ફાસ્ટ બોલરો માટે બનાવી છે, જેની પર ઘાસની માત્રા રાખવામાં આવી છે. તેની સાથે જ સ્પિનર પણ આ પિચ પર ટર્ન મળવાની આશા કરી શકાય છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માએ અપીલ કરી હતી કે આ પિચ પર સ્પિનરોને મદદ મળે. જોકે અહીં હજુ પણ બેટિંગ પિચ છે અને બેટ્સમેનો અહીં લાંબો સમય રમી શકે છે. ઝાકળ રાતમાં નિશ્ચિત રીતે રમતમાં અગત્યની ભૂમિકા નિભાવશે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી ફાયદાનો સોદો રહેશે.
ડે-નાઇટ ટેસ્ટ બપોરે અઢી વાગ્યે શરૂ થશે, જ્યારે સૂરજ પોતાના ચરમ પર હશે. સાંજ થતા સુધીમાં મોસમ ખુશનુમા થશે, પરંતુ આ પહેલા ખેલાડીઓને ભીષણ ગરમીમાં સેશનની શરૂઆત કરવી પડશે. અંતિમ સંત્રમાં ઝાકળ પોતાની ભૂમિકા ભજવશે. તે સમયે ધીમી ગતિના બોલરો માટે બોલ પર ગ્રિપ રાખવી સરળ નહીં હોય.