Ind vs Eng 3rd Test Day 3: ત્રીજા દિવસને અંતે ભારત 215/2, પૂજારા અને કોહલી ક્રિઝ પર

ત્રીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ સારી પૂજારા સદીની નજીક, તસવીર- AP

IND vs ENG Live Score, 3rd Test Match, Day1: ત્રીજો દિવસ પૂરો થતા ભારતે ઇંગ્લેન્ડ સામે જોરદાર બદલો લીધો છે. સ્ટમ્પ સુધી ભારતે 2 વિકેટે 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા -91 (Cheteshwar Pujara) અને વિરાટ કોહલી (Virat Kohli) 45 રન બનાવી અણનમ છે.

  • Share this:
    નવી દિલ્હી:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ (IND vs ENG 3rd Test) હેડિંગલ, (headingley) લીડ્સ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે (England) બીજા દિવસે 8 વિકેટે 423 રન બનાવ્યા હતા અને તેમની પાસે 345 રનની લીડ છે. લીડ્સ ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થતા ભારતે ઇંગ્લેન્ડ સામે જોરદાર બદલો લીધો છે. સ્ટમ્પ સુધી ભારતે 2 વિકેટે 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા -91 (Cheteshwar Pujara) અને વિરાટ કોહલી (Virat Kohli) 45 રન બનાવી અણનમ છે. રોહિત શર્મા (Rohit Sharma)એ 59 રનની ઈનિંગ રમી હતી. ભારત હજુ 139 રન પાછળ છે

    IND vs ENG Live Score, 3rd Test Match, Day2

    • ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર 215/2 વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા

    • ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને 200 રનનો સ્કોર કરી લીધો છે, કોહલી અને પૂજારા ક્રીઝ પર છે કોહલી ફિફ્ટીની નજીક છે જ્યારે, પૂજારા સદીની નજીક છે.

    • રોહિત શર્મા 59 રન કરીને આઉટ થતા હવે કેપ્ટન કોહલી મેદાન પર આવ્યો છે.

    • રોહિત શર્માની ફિફ્ટી

    • લંચ પહેલા ભારતને પ્રારંભિક ફટકો મળ્યો, ઓપનર કેએલ રાહુલ 8 રન બનાવી આઉટ થયો. ભારતે લંચ સુધી 19 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા છે અને રોહિત શર્મા 25 રને અણનમ છે. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડ તેના કરતા 320 રન આગળ છે.

    • ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 432 રન બનાવ્યા, 354 રનની લીડ મેળવી છે. જસપ્રિત બુમરાહે રોબિન્સન (0) ને બોલ્ડ કર્યો અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 432 રન બનાવ્યા છે. ઝડપી બોલર મોહમ્મદ શમીએ 4 જ્યારે બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.

    • ઝડપી બોલર મોહમ્મદ શમીએ ક્રેગ ઓવરટન (32) ને પેવેલિયન મોકલ્યો, ઈંગ્લેન્ડની 9 મી વિકેટ 431 ના સ્કોર પર પડી. ત્યારે તેની પાસે  લીડ 353 રનની હતી. જેમ્સ એન્ડરસન બેટિંગ કરવા આવ્યો હતો.

    • મેદાનમાં વરસાદ શરૂ થતા મેચ થોડી લેટ શરૂ થશે


    મહત્વનું છે કે, હેન્ડિગ્લેના મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા 51 વર્ષમાં હારી નથી. ભારતને છેલ્લી વખત 1967માં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટેસ્ટ 2002માં હેડિંગ્લે ખાતે રમી હતી. અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના નેતૃત્વમાં ભારતે એક ઇનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો હતો. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

    નોંધનીય છે કે, અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો.

    ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર (wk), મોઇન અલી, સેમ કેરેન, ક્રેગ ઓવરટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
    Published by:kuldipsinh barot
    First published: