મુંબઈઃ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને નિર્ણય સમીક્ષા પ્રણાલી (DRS)માં ‘અમ્પાયર્સ કૉલ’ (Umpire's Call)ની સંપૂર્ણ સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેલબર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ દરમિયાન ભારત (India vs Australia)ને આ નવા નિયમના કારણે નુકસાન ભોગવવું પડ્યું છે.
‘અમ્પાયર્સ કૉલ’ ત્યારે મુખ્ય રીતે સામે આવે છે જ્યારે એલબીડબલ્યૂ માટે રિવ્યૂની માંગ કરવામાં આવી હોય. આ સ્થિતિમાં જો અમ્પાયરે નોટ આઉટ આપ્યું છે તો રિવ્યૂમાં જાણવા મળે છે કે બોલ સ્ટમ્પ સાથે સંપર્કમાં આવી રહી છે, તો પણ ટીવી અમ્પાયરની પાસે નિર્ણય બદલવાનો અધિકાર નથી હોતો. બોલિંગ ટીમ માટે સારી વાત એ છે કે તેઓ પોતાનો રિવ્યૂ ગુમાવતા નથી.
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું કે, ખેલાડી એટલા માટે રિવ્યૂ લે છે કારણ કે તેઓ મેદાનના અમ્પાયરના નિર્ણયથી નાખુશ હોય છે. ICCને DRS સિસ્ટમ ખાસ કરીને Umpire’s Callની સંપૂર્ણ સમીક્ષા કરવાની જરૂર છે.
આ પણ વાંચો, IND vs AUS: જાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી લીધું દિલ
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જો બર્સ્ર અને માર્નસ લાબુશેનની વિરુદ્ધ LBWની અપીલ બાદ રિપ્લેમાં લાગ્યું કે બોલ બેઇલ્સને સ્પર્શ કરતી, પરંતુ અમ્પાયર્સ કૉલના કારણે બંને બેટ્સમેન નોટ આઉટ જ રહ્યા. ઓસ્ટ્રેલિયન સ્પિન દિગ્ગજ શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી, જેને અનિલ કુંબલેની આગેવાનીવાળી ICC ક્રિકેટ સમિતિએ તૈયાર કર્યા છે.
આ પણ વાંચો, Ind vs Aus, 2nd Test: ત્રીજા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં
શેન વોર્ન સતત કહેતા રહ્યા છે કે તેઓ અમ્પાયર્સ કૉલને ક્યારેય નથી સમજી શક્યા. તેઓએ ગયા વર્ષે પીટીઆઇ-ભાષા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો બોલ સ્ટમ્પને હિટ કરી રહી હોય તો તે આઉટ પણ હોઈ શેક છે અને નોટ આઉટ પણ.
Published by:Mrunal Bhojak
First published:December 28, 2020, 14:45 pm