Home /News /sport /ICC એ ઓસ્ટ્રેલિયાની આશાઓ પર ફેરવ્યું પાણી... હવે કાંગારૂને કોણ બચાવશે... 4-0થી વિજય નિશ્ચિત!

ICC એ ઓસ્ટ્રેલિયાની આશાઓ પર ફેરવ્યું પાણી... હવે કાંગારૂને કોણ બચાવશે... 4-0થી વિજય નિશ્ચિત!

ટેસ્ટમાં 4-0થી વિજય નિશ્ચિત!

દિલ્હી અને નાગપુર ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને (India vs Australia) ખરાબ રીતે હરાવ્યું છે. કાંગારૂ ટીમ ભારત સાથે મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે ચૂકી ગઈ છે. આ જ કારણ છે કે, હવે ઓસ્ટ્રેલિયા પર 4-0થી ક્લીન સ્વીપનો ડર જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
નવી દિલ્હી: ભારતના પ્રવાસ પર મોટી આશાઓ સાથે આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ(India vs Australia)ને પ્રથમ બે ટેસ્ટ મેચ દરમિયાન જ આંચકો લાગ્યો હતો. પ્રથમ, પેટ કમિન્સની ટીમ નાગપુરમાં ઇનિંગ્સના માર્જિનથી હારી ગઈ હતી. આ પછી, ઓસ્ટ્રેલિયા દિલ્હી ટેસ્ટમાં અઢી દિવસ પણ રોહિત શર્મા (Rohit Sharma) એન્ડ કંપની સામે ટકી શક્યું ન હતું. આ જીત સાથે ભારતીય ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

જણાવી દઈએ કે, હવે શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship 2023)ની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારત માટે સિરીઝમાં ચારમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી હતી. ટીમ ઈન્ડિયાને હવે બાકીની બે મેચમાં માત્ર એક જીતની જરૂર છે.

આ પણ વાંચો: 'આપણે લગ્ન નહીં કરી શકીએ', હુમા કુરેશીએ આ ક્રિકેટરને આપ્યો જવાબ

પીચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાનો હંગામો

ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આપવામાં આવેલી પીચો પર ભારે હોબાળો મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ નિષ્ણાતોએ તો ત્યાં સુધી કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે જાણી જોઈને વધારાના સ્પિન ટ્રેક બનાવવામાં આવ્યા છે, જેથી કરીને ભારત સરળતાથી મેચ જીતી શકે. ટોમ મૂડીએ તો ICC પાસે એવી માંગ પણ કરી હતી કે, મુલાકાતી ટીમને તે નક્કી કરવાનો અધિકાર મળવો જોઈએ કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે કે, ફિલ્ડિંગ.

ICCએ દિલ્હી-નાગપુરની પિચને ક્લીનચીટ આપી

સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ અનુસાર, ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે દિલ્હી અને નાગપુરની પીચોને સરેરાશ શ્રેણીમાં મૂકી છે. મૂળ ઝિમ્બાબ્વેના પાયક્રોફ્ટ દ્વારા આપવામાં આવેલા આ રેટિંગ પરથી સ્પષ્ટ થાય છે કે, આ પીચ ક્રિકેટ માટે યોગ્ય હતી. તેને આદર્શ વિકેટ ન કહી શકાય. આવી સ્થિતિમાં, BCCIને બંને પીચો માટે ICC તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. મેચ રેફરીનો રિપોર્ટ ઓસ્ટ્રેલિયન મીડિયાને જડબાતોડ જવાબ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: આ ભારતીય ક્રિકેટરો છે અબજોપતિ, કમાણી જાણીને રહી જશો દંગ

હવે કાંગારુ 4-0થી હારી જશે!

મેચ રેફરીના પીચ અંગેના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે, છેલ્લી બે ટેસ્ટ મેચ દરમિયાન પણ BCCIએ પોતાની ઈચ્છા મુજબ તે જ તર્જ પર ટર્નિંગ ટ્રેક બનાવી શકે છે. પ્રથમ બે મેચમાં સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન જેવા દમદાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પણ ભારતીય સ્પિનરો સામે ટકી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, જો પિચ ક્યુરેટર્સ બાકીની ત્રણ મેચોમાં ટર્નિંગ ટ્રેક બનાવે છે, તો આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની હાર નિશ્ચિત છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કાંગારૂઓ 4-0થી ક્લીન સ્વીપનો શિકાર પણ બની શકે છે, એમ કહેવું ખોટું નહીં હોય. જો આમ થાય છે તો, ભારતીય ટીમ WTC ફાઇનલમાં નંબર વન ટીમ તરીકે પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.
First published:

Tags: IND vs AUS, India vs australia, Sports news, Test Match