Home /News /sport /

IND vs AUS: જાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી લીધું દિલ

IND vs AUS: જાડેજાના કારણે રન આઉટ થયા બાદ રહાણેએ કર્યું કંઈક એવું કે જીતી લીધું દિલ

અજિક્ય રહાણે 112 રનની ઇનિંગ રમીને રન આઉટ થયો. (PIC: AP)

અજિંક્ય રહાણેએ રન આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાને સાંત્વના આપતી તસવીરો થઈ રહી છે વાયરલ

    નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની વચ્ચે મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) રન આઉટ થઈ ગયો. રહાણે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ભૂલના કારણે રન આઉટ થયો પરંતુ ત્યારબાદ તેણે મેદાન પર જાડેજાને સાંત્વના આપીને મોટું દિલ દર્શાવ્યું. રહાણેએ જાડેજાને સાંત્વના આપવાની વાતથી તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. પોતાની ભૂલના કારણે રહાણે આઉટ થયો હોવાથી જાડેજાના ચહેરા પર અફસોસ વર્તાતો હતો. તો કેપ્ટને તેની પાસે જઈને સાંત્વના આપી. સોશિયલ મીડિયા પર રહાણે અને જાડેજા વચ્ચેની આ ક્ષણોની તસવીરો વાયરલ થઈ રહી છે અને પ્રશંસકોનું દિલ પણ જીતી રહી છે.

    મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે રહાણે 104 અને જાડેજાએ 40 રનથી રમવાનું શરૂ કર્યું. ત્રીજા દિવસના પહેલા સેશનમાં 99.5 ઓવરમાં રહાણે રનઆઉટ થઈને પેવેલિયન પરત જતો રહ્યો. જાડેજાએ શોર્ટ કવરમાં બોલને ધકેલ્યો અને રન માટે દોડી ગયો. રહાણેએ પણ તરત પ્રતિક્રિયા આપી અને ક્રીઝ પર પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી અંતર રહી ગયું. તેની સાથે જ રહાણેની શાનદાર ઇનિંગનો અંત થઈ ગયો.





    આ પણ વાંચો, ચાલતી સ્કોર્પિયોમાં યુવક-યુવતી પી રહ્યા હતા દારૂ, અચાનક થઈ ગયું આવું

    વિકેટકિપર ટિમ પિન અને માર્નસ લાબુશેને મળી રહાણેને રન આઉટ કર્યો. રહાણે 223 બોલમાં 12 ફોરની સાથે 112 રનની ઉત્તમ ઇનિંગ રમી આઉટ થયો. આ પહેલા રમાયેલી એડિલેડ ટેસ્ટમાં રહાણેની ભૂલથી વિરાટ કોહલી આઉટ થયો હતો. રહાણેએ કોહલી પાસે આ ભૂલની માફી માંગી હતી. હવે જાડેજાની ભૂલના કારણે રહાણે રનઆઉટ થયો તો તે ભાવનાને સમજતાં જાડેજાને દિલાસો આપતો જોવા મળ્યો.

    આ પણ વાંચો, BSNLના 3 જોરદાર પ્લાન, ઓછી કિંમતમાં મળશે 40GB સુધી ઇન્ટરનેટ ડેટા સહિતના અનેક ફાયદા!

    રહાણેના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા પણ 57 રનની ઇનિંગ રમીને આઉટ થઈ ગયો. મિશેલ સ્ટાર્કની બોલિંગમાં પેટ કમિન્સે જાડેજાનો કેચ પકડક્યો. જાડેજા 159 બોલમાં 3 ફોરની સાથે 57 રન કરી પેવેલિયન પરત ફર્યો. આ જાડેજાની 15મી ટેસ્ટ અડધી સદી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત બે અડધી સદી ફટકારી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ajinkya Rahane, India vs australia, Melbourne test, Team india playing xi, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર