વર્લ્ડ કપ જીત્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે કરી ધક્કા-મુક્કી, ગાળો બોલ્યા

News18 Gujarati
Updated: February 10, 2020, 9:05 AM IST
વર્લ્ડ કપ જીત્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે કરી ધક્કા-મુક્કી, ગાળો બોલ્યા
મેચ બાદ બંને ટીમના ખેલાડીઓની વચ્ચે શાબ્દિક લડાઈ ધક્કા-મુક્કી સુધી પહોંચી ગઈ.

મેચ બાદ ભારતના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો ઘણો ગંદો વ્યવહાર હતો, બાંગ્લાદેશના કેપ્ટને આપ્યો આવો જવાબ...

  • Share this:
પોટચેફ્સટ્રૂમ : રવિવારે બાંગ્લાદેશ (Bangladesh)ની ટીમે ભારતને હરાવીને અંડર 19 વર્લ્ડ કપ (Under 19 World Cup) જીતી લીધો. મેચ દરમિયાન બંને ટીમોની વચ્ચે ઘણો તણાવ જોવા મળ્યો. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓની વચ્ચે શાબ્દિક લડાઈ ધક્કા-મુક્કી સુધી પહોંચી ગઈ. બાદમાં બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ માફી પણ માંગી. મળતી માહિતી મુજબ આઈસીસી (ICC)એ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે.

ખેલાડીઓએ તમામ હદો પાર કરી દીધી

મેચ બાદ ભારતના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો ઘણો ગંદો વ્યવહાર હતો. નોંધનીય છે કે મેચમાં શરૂઆતથી જ બંને ટીમોની વચ્ચે ખેંચતાણ જોવા મળી. મેચની બીજી ઓવરમાં જ તંજીમ હસન સાકિબના થ્રો પર દિવ્યાંશ સક્સેના માંડ-માંડ બચી ગયો. એવું લાગી રહ્યું હતું કે સાકિબ જાણી જોઈને સક્સેનાના માથા પર હુમલો કરવા માંગતો હતો. આ ઉપરાંત ભારતીય બેટ્સમેનોને આઉટ થતાં બાંગ્લાદેશના બોલર સતત ગંદા ઈશારા પણ કરી રહ્યા હતા.કેમેરા સામે જ ગાળાગાળી

બાંગ્લાદેશના ખેલાડી કંઈક વધારે જ આક્રમણ જોવા મળી રહ્યા હતા અને દરેક બોલ બાદ ભારતીય બેટ્સમેનને કંઈને કંઈક બોલી રહ્યા હતા. બાંગ્લાદેશની જીત નજીક હતી ત્યારે પણ ઈસ્લામ કેમેરાની સામે ગાળો બોલતો જોવા મળ્યો.

બાંગ્લાદેશી કેપ્ટને માફી માંગી

બાંગ્લાદેશી કેપ્ટન અકબર અલીએ પોતાની ટીમના ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત આક્રમકતા પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉંમરથી ઘણી વધારે પરિપક્વતા દર્શાવતા બાંગ્લાદેશી કેપ્ટન અકબરે કહ્યું કે, અમારા કેટલાક બોલર આવેશમાં આવી ગયા હતા અને ઉત્સાહિત થઈ ગયા હતા. મેચ બાદ જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું ભારતને અભિનંદન આપું છું. અકબરે કહ્યું કે, આ સપનું પૂરું થવા જેવું છે. અમે છેલ્લા બે વર્ષમાં ખૂબ મહેનત કરી છે અને આ તેનું જ પરિણામ છે.

ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર

અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમને પાંચમી વાર વિશ્વ વિજેતા બનવાનું સપનું તૂટી ગયું. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં માત્ર 177 રન કર્યા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે ડકવર્થ-લુઇસ નિયમના આધારે 3 વિકેટથી મેચ જીતી લીધી. મેચના અંતમાં વરસાદના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 170 રનોનો લક્ષ્ય મળ્યો, જેણે તેણે 42.1 ઓવરમાં પાર કરી દીધો. બાંગ્લાદેશની ટીમ પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બની છે.

આ પણ વાંચો, ભારતને હરાવી બાંગ્લાદેશે પ્રથમ વખત જીત્યો Under 19 World Cupનો ખિતાબ
First published: February 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading