ટીમ ઈન્ડિયાના ચોથા નંબરના બેટ્સમેનની ખોટ પૂરી કરશે આ પ્લેયર

વિજય શંકરને અંબાતી રાયડૂથી વધુ મહત્વ આપી ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. (ફાઇલ ફોટો)

બે ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા સામે આ પ્લેયરનો મુકાબલો!

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ભારતની વર્લ્ડ કપ ટીમમાં વિજય શંકરની પસંદગી લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. ટીમમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને જોઈ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, ભારતીય ટીમમાં વધુ એક ઓલરાઉન્ડર છે જે હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ હાર્દિક પંડ્યાની. જોકે, વિજય શંકરે કહ્યું કે તે અંતિમ 11માં સ્થાન મેળવવા માટે હાર્દિક પંડ્યાથી પ્રતિસ્પર્ધા નથી કરો રહ્યો અને જો કહેવામાં આવશે તો તે ચોથા ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છે.

  જાન્યુઆરીમાં ડેબ્યૂ કરનારા શંકરે ન્યૂઝીલેનડ પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના આધારે તેને ચોથા નંબર પર બેટિંગ કરવા માટે સંભવિતોમાં સામેલ કરવામાં આવ્યો છે. શંકરનું માનવું છે કે તેની અને હાર્દિકની રમવાની પદ્ધતિ એક બીજાથી બિલકુલ અલગ છે અને કદાચ તેના કારણે તેને લાગે છે કે તે પંડ્યાની સાથે કોઈ દોડમાં સામેલ નથી.

  પંડ્યા અને શંકરની રમવાની પદ્ધતિમાં અંતર

  શંકરે પીટીઆઈને કહ્યું કે, મને નથી લાગતું કે હું પંડ્યાની સાથે પ્રતિસ્પર્ધા કરી કરી રહ્યો છું, તે કમાલનો ક્રિકેટર છે. હા, અમે બંને હરફનમૌલા પ્લેયર છીએ પરંતુ એક-બીજાથી અલગ છીએ. અમારે પ્રતિસ્પર્ધા કરવાની કેમ જરૂર પડે? જો અમે બંને દેશન જીતમાં ભૂમિકા નિભાવી શકીએ તો તે શાનદાર રહેશે.

  આ પણ વાંચો, પોતાની ક્ષમતાઓ સાથે રમ્યા તો ચેમ્પિયન બનીશું : વિરાટ કોહલી

  શંકર અને પંડ્યા બંનેને મોટો શોટ રમવા માટે ઓળખવામાં આવે છે પરંતુ પંડ્યા જ્યાં તાકાતનો ઉપયોગ કરે છે, બીજી તરફ શંકર ટાઇમિંગ પર વધુ નિર્ભર રહે છે. તેણે કહ્યું કે, મને મોટી સિક્સર લગાવવી પસંદ છે. મારા માટે લયમાં રહેવું ખૂબ જરુરી છે. જ્યારે પણ હું તાકાતનો ઉપયોગ કરું છું તો વધુ સફળ નથી રહતો પરંતુ જો ટાઇમિંગ સારું હોય તો હું બોલ સ્ટેડિયમમાં પહોંચાડી શકું છું.

  આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમનારા 27 વર્ષીય આ પ્લેયરનું કહેવું છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ શ્રેણીથી મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો કારણ કે મેં ટીમની જરૂરિયાતના સમયે મુશ્કેલ પરિસ્થિતિઓમાં લગભગ 40 રન કર્યા હતા. મને પોતાની પર વિશ્વાસ રાખવાની જરૂર હતી અને હવે ટીમ જેમ કહે હું તેના માટે તૈયાર છું.

  આ પણ વાંચો, 106 કેપ્ટનો પણ નથી તોડી શક્યા સૌરવ ગાંગુલીનો આ રેકોર્ડ!
  Published by:Mrunal Bhojak
  First published: