World Cup : આ મેચમાં ભગવા રંગની ટી-શર્ટ પહેરશે ટીમ ઈન્ડીયા

News18 Gujarati
Updated: June 20, 2019, 5:16 PM IST
World Cup : આ મેચમાં ભગવા રંગની ટી-શર્ટ પહેરશે ટીમ ઈન્ડીયા
આ પ્રકારની હોઈ શકે છે ટીમ ઈન્ડીયાની નવી ટી-શર્ટ (ફોટો - IANS)

ભારતીય ટીમ પણ સેમિફાઈનલ તરફ મજબૂતીથી આગળ વધી રહી છે. ટીમે અત્યાર સુધીમાં ચાર મુકાબલા રમ્યા જેમાં ત્રણમાં જીત મેળવી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અડધી સફર પુરી કરી ચુકી છે. અત્યાર સુધીના પ્રદર્શનના આધાર પર એ તસવીર સ્પષ્ટ જોવા મળી રહી છે કે, ક્રિકેટના આ મહાકુંભની સેમિફાઈનલમાં કઈં-કઈં ટીમ પહોંચી શકે છે.

ભારતીય ટીમ પણ સેમિફાઈનલ તરફ મજબૂતીથી આગળ વધી રહી છે. ટીમે અત્યાર સુધીમાં ચાર મુકાબલા રમ્યા જેમાં ત્રણમાં જીત મેળવી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ મુકાબલો ન્યુઝિલેન્ડ વિરુદ્ધ હતો.

ભારતીય ટીમે હવે રવિવારે 22 જૂને અફઘાનિસ્તાન વિરુદ્દ મુકાબલો કરવાનો છે, જ્યારે 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે, અને 30 જૂને ઈંગ્લેન્ડ સામે મુકાબલો થશે. ત્યારબાદ બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ પણ મેચ રમવાની છે. પરંતુ આ ટીમોમાં ઈંગ્લેન્ડ વિરુદ્દનો મુકાબલો ખાસ અને અલગ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અફઘાનિસ્તાન અથવા ઈંગ્લેન્ડ વિરુદ્ધ યોજાનાર મુકાબલામાં ભગવા રંગની ટી-શર્ટ પહેરી શકે છે. આવું એટલા માટે કારણ કે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ટીમના ખેલાડીઓની ટી-શર્ટનો રંગ પણ વાદળી છે, જે ભારતીય ટીમના ખેલાડીના ટી-શર્ટનો રંગ પણ છે.

આ છે નિયમ - આ નિયમ ફૂટબોલના અવે અને હોમ મુકાબલામાં પહેરવામાં આવતી ટી-શર્ટને પ્રેરિત બનાવવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડને આટલા માટે પ્રમુખતા - આવા મામલામાં મેઝબાન ટીમને જ પોતાની નક્કી કરેલી ટી-શર્ટ પહેરવાની મંજૂરી મળે છે.આ ટીમોએ બદલી ટી-શર્ટ
દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશની લીલી ટી-શર્ટને દેખતા પીળી ટી-શર્ટ પહેરી હતી. જ્યારે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝને જર્સી બદલવાની જરૂરત નથી કેમ કે, તેમની ટી-શર્ટ કોઈ ટીમથી મેળ નથી ખાતી.

રહસ્ય અકબંધ
જોકે, ભારતીય ટીમની કીટ સ્પોન્સર કંપની નાઈકે આ મુદ્દે ચુપ્પી સાધી રાખી છે કે ટીમ ઈન્ડીયાની જર્સીનો રંગ શું હશે. પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે, આ ભગવા રંગની હશે અને તેના કોલર પર વાદળી રંગની પટ્ટી હશે. જોકે, આ વાત વધુ આશ્ચર્ય કરનારી છે કે, ભારતીય ખેલાડીઓએ ગત અઠવાડીઆ સુધી નવી જર્સી દેખી પણ નથી. જોકે, આ મુદ્દે હજુ રહસ્ય અકબંધ છે કે શું ખરેખર ભારતીય ટીમ જર્સીનો રંગ બદલશે. તે એટલા માટે કારણ કે, આઈસીસીએ પાકિસ્તાનને આ મુદ્દે છૂટ આપી હતી.
First published: June 20, 2019, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading