ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ રોહિતે બધાની બોલતી બંધ કરી, પંત વિશે આ વાત કહી

રિષભ પંત અને રોહિત શર્મા (ફાઇલ ફોટો)

રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, રુષભ પંતને નંબર ચાર પર જોઈને શું આશ્ચર્ય થયું હતું?

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વિજયી રથ રોકાયા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં બધાની બોલતી બંધ કરી દીધી. મેજબાન ઈંગ્લેન્ડ સામે 31 રને હાર્યા બાદ રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલીના આઉટ થતાં રુષભ પંતને નંબર ચાર પર જોઈને શું તમને આશ્ચર્ય થયું હતું.

  ઈંગ્લેન્ડની સામે સદી ફટકારનારા રોહિતે મજાકના અંદાજમાં તેનો જવાબ આપીને બધાને ચૂપ કરી દીધા. રોહિતે કહ્યું કે પંતને ચાર નંબર પર બેટિંગ કરતા આવતો જોઈને તેને બિલકુલ આશ્ચર્ય નહોતું થયું. તેણે કહ્યું કે, તમે બધા ઈચ્છતા હતા કે પંત ચાર નંબરે રમે. ભારતથી લઈને ઈંગ્લેન્ડ આવ્યા સુધી દરેક વ્યક્તિ પૂછી રહી હતી કે ક્યાં છે પંત, ક્યાં છે તે... તો તે નંબર ચાર પર છે.

  પંતને ઈંગ્લેન્ડની વિરુદ્ધ વિજય શંકરના સ્થાને તક આપવામાં આવી અને તેણે વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરતાં 29 બોલમાં 32 રન કર્યા.

  'પંતથી વધુ આશા યોગ્ય નથી'

  રોહિત શર્માએ કહ્યું કે પંત જેવા પ્લેયરને પણ મેદાન પર આવીને સેટ થવાની તક મળવી જોઈતી હતી. આમ પણ આ તેની વર્લ્ડ કપની પહેલી મેચ હતી, તેથી તેની પાસેથી વધુની આશા પણ યોગ્ય નથી. તેને મેદાન પર વધુ સમય મળે એટલા માટે હાર્દિકના સ્થાને ચાર નંબર પર મોકલવામાં આવ્યો.

  આ પણ વાંચો, ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા ધોની અને જાધવના કારણે હારી?

  રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે નંબર ચારને લઈને કોઈ પણ અનિશ્ચિતતા નથી. પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ સ્થાને વિજય શંકર જ આવશે. પરંતુ એડીમાં ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ સામે ન રમી શક્યો.

  આ પણ વાંચો, ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ જાધવ - પંત ટ્રોલ થયા, પ્રશંસકોએ ઉડાવી મજાક
  Published by:Mrunal Bhojak
  First published: