સ્મૃતિ મંધાના અને સ્પિનર્સની મદદથી ટોપ ટીમ તરીકે સેમિફાઇલનમાં પહોંચી ભારતીય મહિલા ટીમ

News18 Gujarati
Updated: November 18, 2018, 8:03 AM IST
સ્મૃતિ મંધાના અને સ્પિનર્સની મદદથી ટોપ ટીમ તરીકે સેમિફાઇલનમાં પહોંચી ભારતીય મહિલા ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ભારતે પહેલા બેટિંગ કરીને મંઘાનાની તોફાની બેટિંગ બાદ 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.

  • Share this:
સ્મૃતિ મંધાના (83) પછી સ્પીન બોલરોના શાનદરા પ્રદર્શનના દમ ઉપર ભારતીય મહિલા ટીમે શનિવારે પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 વિશ્વકપમાં ગ્રૂપ-બી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરીને મંઘાનાની તોફાની બેટિંગ બાદ 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.

ટી-20 રમતમાં ઓસ્ટ્રેલિયા સામે સર્વોચ્ચ આ સ્કોર પણ છે. ઓસ્ટ્રેલીયન ટીમે આ મજબૂત સ્કોરનો પીછો કરતા બે બોલ પહેલા જ 119 રનો ઉપર આઉટ થઇ ગઈ હતી. અને આ મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી હાર છે. જ્યારે ભારતમાં પોતાનો વિજય ક્રમ યથાવત રાખતા જીતની ફોર લગાવી હતી. જોકે બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે. મિતાલી રાજને ભારતે આરામ આપ્યો છે અને મંધાનાને અનુભવી ખેલાડીની ગેરહાજરીમાં જવાબદારી આપી હતી.

આ પણ વાંચોઃ-ટી-20 ક્રિકેટમાં છે મિતાલીનું ‘રાજ’, રોહિત શર્મા અને કોહલી પણ રહ્યા પાછળ

આમ આ વિશ્વકપમાં પોતાની પહેલી અડધીસદી ફટકારી હતી. મંધાનાએ 55 બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સની મદદથી 83 રન ફટકાર્યા છે. મંઘાનાએ આ મેચમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે.

આ પણ વાંચોઃ-કોહલીની વાત ના માની તો અંતિમ વખત ટીમ ઇન્ડિયામાં દેખાશે આ 3 ખેલાડી!મંધાના પછી અનુજા પાટિલ, દિપ્તી શર્મા, પૂનમ યાદવ અને રાધા યાદવીની સ્પીન ચોકડીને હરીફ ટીમને હેરાન કરી મુકી હતી. આ ચાર બોલરોએ નવ વિકેટ લીધી હતી. એલિસે હિલી ઇજાગ્રસ્ત હોવાના કારણે બેટિંગ ન કરી શકી. અનુજાએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી અને બાકીની બોલર્સે બે-બે વિકેટ પોતાના નામે કરી છે.
First published: November 18, 2018, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading