ICCનો મોટો ખુલાસો, Lockdownમાં આ ક્રિકેટર્સનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે ફિક્સરો

News18 Gujarati
Updated: April 19, 2020, 3:38 PM IST
ICCનો મોટો ખુલાસો, Lockdownમાં આ ક્રિકેટર્સનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે ફિક્સરો
માર્શલે કહ્યું કે, આ સમસ્યાની જાણ કરવા અમે અમારા સભ્યો, ખેલાડીઓનો સંપર્ક કર્યો છે. જેથી તેમને સુનિશ્ચિત કરી શકાય કે, ભ્રષ્ટ લોકો સંપર્ક બનાવવાની કોશિસ કરી રહ્યા છે.

માર્શલે કહ્યું કે, આ સમસ્યાની જાણ કરવા અમે અમારા સભ્યો, ખેલાડીઓનો સંપર્ક કર્યો છે. જેથી તેમને સુનિશ્ચિત કરી શકાય કે, ભ્રષ્ટ લોકો સંપર્ક બનાવવાની કોશિસ કરી રહ્યા છે.

  • Share this:
લંડન : કોરોના વાયરસના કારણે રમતના મેદાન સુમસામ પડ્યા છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી થઈ રહી. દુનિયાના મોટાભાગના દેશ લોકડાઉન છે. જેને લઈ આઈસીસીની ચિંતા વધી રહી છે. ICCનો ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ(એસીયુ)ના પ્રમુખ એલેક્સ માર્શલે ખુાસો કર્યો કે, કોરોના વાયરસના કારણે રમતો ઠપ્પ પડવાના કારણે ફિક્સરો વધારે સક્રિય થઈ ગયા છે, અને તે આ સમયનો ઉપયોગ સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવતા ક્રિકેટર્સ સાથે સંબંધ બનાવવાની કોશિસમાં કરી રહ્યા છે.

હાલમાં સંબંધ બનાવી બાદમાં ફાયદો ઉઠાવવાની કોશિસમાં ફિક્સરો
કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે દુનિયાભરમાં લાગુ લોકડાઉન વચ્ચે છેલ્લી મેચ 15 માર્ચે પાકિસ્તાન સુપર લીગમાં રમવામાં આવી હતી. કોવિડ-19ના કારણે દુનિયાભરમાં લાખો લોકોના મોત થયા છે. ધ ગાર્જિયને માર્શલના હવાલે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે, જ્યારે ખેલાડી સોશિયલ મીડિયા પર હંમેશા વધારે સમય વિતાવવાનું શરૂ કરે છે તો તુરંત ભ્રષ્ટાચારીઓ પણ તેમની સાથે સંબંધ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ક્રિકેટ રોકાઈ ગઈ, પરંતુ ફિક્સર સક્રિય

માર્શલે કહ્યું કે, ક્રિકેટ ગતિવીધીઓ બંધ હોવાનો મતલબ એ નથી કે, ફિક્સિંગ સાથે સંપર્ક કરવાની ઘટનાઓમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે, કોવિડ-19ના કારણે ભલે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમવાનું બંધ છે, પરંતુ ભ્રષ્ટાચાર હજુ સક્રિય છે. કોરોના વાયરસ મહામારીના કારણે મેદાનોમૈાં ક્રિકેટની ગતિવિધિ પૂરી રીતે સ્ટોપ છે અને હજુ કઈ કહી શકાય તેમ નથી કે સ્થિતિ ક્યારે સામાન્ય થશે.

માર્શલે કહ્યું કે, આ સમસ્યાની જાણ કરવા અમે અમારા સભ્યો, ખેલાડીઓનો સંપર્ક કર્યો છે. જેથી તેમને સુનિશ્ચિત કરી શકાય કે, ભ્રષ્ટ લોકો સંપર્ક બનાવવાની કોશિસ કરી રહ્યા છે. એસીયૂની ટીમ પણ આ વાતની અવગત છે કે, મેચ ન થવાના કારણે આવકમાં ઘટાડો થવાના કારણે ઓછા પૈસા કમાતા ક્રિકેટર્સ ફિક્સરોની લોભામણી વાતોમાં પ્રભાવિત થઈ શકે છે. કોરોના વાયરસના કારણે આઈપીએલ જેવી ટૂર્નામેન્ટ પણ ટાળી દેવામાં આવી છે. એટલું જ નહી આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
First published: April 19, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading