કોરોના વાયરસ : આ વર્ષે રદ્ થઈ તો સળંગ બે T-20 વર્લ્ડ કપ આયોજિત કરાવશે ICC!

News18 Gujarati
Updated: March 31, 2020, 7:18 PM IST
કોરોના વાયરસ : આ વર્ષે રદ્ થઈ તો સળંગ બે T-20 વર્લ્ડ કપ આયોજિત કરાવશે ICC!
સળંગ બે ટી-20 વર્લ્ડ કપ આયોજિત કરી શકે છે

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે એટલે કે, 2021માં પુરૂ શિડ્યુલ નક્કી છે, અને આ કારણથી ટી-20 વર્લ્ડ કપ આયોજીત થવું મુશ્કેલ છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે રમત જગત એકદમ ઠપ થઈ ગયું છે. ફૂટબોલથી લઈ ક્રિકેટ તમામ ટૂર્નામેન્ટ સ્થગિત થઈ ગઈ છે અથવા તો રદ્દ થઈ ગઈ છે. એટલું જ નહી ઓલિમ્પિપણ આગામી વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. હવે એક વધુ ખરાબ સમાચાર એ છે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પણ કોરોના વાયરસના કારણે રદ્દ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં આગામી 6 મહિના માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને એવામાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશનો પ્રવાસ પણ ખતરામાં પડી ગયો છે.

રમવામાં આવશે સળંગ બે ટી-20 વર્લ્ડ કપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપને 2022 સુધી સ્થગિત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે એટલે કે, 2021માં પુરૂ શિડ્યુલ નક્કી છે, અને આ કારણથી ટી-20 વર્લ્ડ કપ આયોજીત થવું મુશ્કેલ છે. એવામાં ટી-20 વર્લ્ડ કપ 2 વર્ષ માટે ટળી શકે છે. આ વર્ષે ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. ત્યારબાદ માર્ચ-એપ્રિલમાં ઈન્ડિયન પ્રિમીયર લીગનું આયોજન થવાનું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્ અનુસાર, આવા અવસર પર આઈસીસી સળંગ બે ટી-20 વર્લ્ડ કપ આયોજિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે વર્ષ 2021માં ભારતમાં જ ટી-20 વર્લ્ડ કપ રમવામાં આવશે, અને ત્યારબાદ 2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમવામાં આવી શકે છે. આ મામલે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સળંગ વધી રહ્યો છે, અને એવામાં ઈન્ડિયન પ્રિમીયર લીગ પણ રદ્દ થવાની આશંકા છે. જોકે, બીસીસીઆઈના એક અધિકારીનું એ પણ કહેવું છે કે, જો ટી-20 વર્લ્ડ કપ રદ્દ થાય છે તો, ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલનું આયોજન કરવામાં આવી શકે છે.

આ સિરીઝ થઈ ગઈ છે રદ્દ
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે પહેલા જ તમામ મોટા ક્રિકેટ બોર્ડને મોટું નુકશાન થઈ ચુક્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વન ડે સિરીઝ રદ્દ કરવી પડી. ઈન્ગલેન્ડનો શ્રીલંકા પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે સિરીઝ એક મેચ બાદ રદ્દ કી દેવામાં આવી હતી.
First published: March 31, 2020, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading