Home /News /sport /

30 ક્રિકેટરોની કારકિર્દી આ એક નિર્ણયથી તબાહ થઈ!

30 ક્રિકેટરોની કારકિર્દી આ એક નિર્ણયથી તબાહ થઈ!

આઈસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે

આઈસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે

  આઈસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે, ત્યારબાદ આ દશેના ક્રિકેટરોની કારકિર્દી ઉપર પણ ખતરો ઊભો થયો છે. ટીમના ખેલાડીઓએ તેને અનેક ક્રિકેટરોની કારકિર્દીનો અંત કરાર કર્યો છે તો કેટલાકે એવું કહીને દુ:ખ વ્યક્ત કર્યુ છે કે તેઓ આ રીતે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા નહોતા કહેવા માંગતા.

  મૂળે, આઈસીસીએ આ નિર્ણય ઝિમ્બાબ્વે સરકાર દ્વારા ત્યાંના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યા બાદ લીધો છે. આઈસીસીએ કહ્યું કે ઝિમ્બાબ્વે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો માહોલ તૈયાર કરવા અને ક્રિકેટના પ્રશાસનમાં સરકારની દખલને દૂર રાખવામાં નિષ્ફળ રહ્યું છે.

  આઈસીસીના આ પગલાને લઈ ઝિમ્બાબ્વેના ક્રિકેટરો ઘેરા શોકમાં છે. ટીમના સિનિયર ખેલાડી સિકંદર રઝાએ કહ્યું કે કેવી રીતે એક નિર્ણય અનેક લોકોને બેરોજગાર કરી દે છે. કેવી રીતે એક નિર્ણયની અસર અનેક પરિવારો પર પડે છે. વિકેટકિપર બેટ્સમેન બ્રેન્ડર ટેલરે પણ ટ્વિટર પર આઈસીસીના આ નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યુ.  આઈસીસી દ્વારા ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવાના નિર્ણયની અસર આમ તો આ દશેના સમગ્ર ક્રિકેટ માળખા પર પડી છે. પરંતુ તેની સૌથી વધુ અસર તે 30 ખેલાડીઓ અને તેમના પરિવારો પર થશે, જે દેશ માટે હાલમાં જ મેદાનમાં ઉતર્યા છે. તેમાંથી 15 ખેલાડીને બોર્ડના કોન્ટ્રાક્ટ મેળવનારા ક્રિકેટરો સામેલ છે. આ નિર્ણયથી ઝિમ્બાબ્વેના આ 30 ખેલાડીઓની કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ છે. આ કારણ છે કે મોટાભાગના ખેલાડી તેને પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત માની રહ્યા છે.

  ઝિમ્બાબ્વને આવતા વર્ષે જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા સાથે 3 મેચોની ટી-20 સીરીઝ પણ રમવાની હતી. પરંતુ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ થવાથી તેમની આગામી દ્વિપક્ષીય સીરીઝ ખતરામાં પડી ગઈ છે.

  આ છે ઝિમ્બાબ્વેના 30 ખેલાડી

  આરપી બર્લ, ટી. ચતારા, ટીએસ કામુનહુકામ્વે, ડબલ્યૂ પી મસકાદ્જા, માયર, આર. મરે., મજારાબાની, રોચી, તિરિપાનો, ચકાબવા, ચિભાભા, ક્રિસ ઈર્વિન, મરૂમા, મસવાઉરે, મૂર, મુકાકાંડા, એ. એનદોલ્વુ, સિકંદર રઝા, સીન વિલિયમ્સ, બી. ચારી, ચિગુંબુરા, જારવિસ, હૈમિલ્ટન મસાકદ્જા, માવુતા, મોફૂ, મુતુમબામી, નગારાવા, બ્રેન્ડન ટેલર, ઝુવાઓ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Zimbabwe, આઇસીસી, ક્રિકેટ, ક્રિકેટર, સ્પોર્ટસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन