ICC Rankings: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ફાયદો, પરંતુ ટેસ્ટમાં બગડ્યો ખેલ

News18 Gujarati
Updated: May 2, 2019, 5:58 PM IST
ICC Rankings: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ફાયદો, પરંતુ ટેસ્ટમાં બગડ્યો ખેલ
ભારતીય ક્રિકેટ ટીમ

કોઈ પણ ટીમ ઉચ્ચ 10થી બહાર નથી થઈ, તેનાથી સુનિશ્ચિત થઈ ગયું છે કે, વિશ્વકપમાં ઉચ્ચ 10 રેન્કિંગની ટીમો જ રમશે.

  • Share this:
ભારત અને ઈંગ્લેન્ડે ગુરૂવારે આઈસીસી રેન્કિંગમાં વાર્ષિક અપડેટ બાદ ક્રમશ: ટેસ્ટ અને વન ડે ટીમ રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન યથાવત રાખ્યું. આઈસીસી નિવેદન અનુસાર, રેન્કિંગમાં અપડેટ 2015-16ના સિરીઝ પરિણામોને હટાવ્યા બાદ કરવામાં આવ્યું અને 2016-17 અને 2017-18ના પરિણામના 50 ટકા પોઈન્ટ જ સામેલ કરવામાં આવ્યા છે.

વર્ષ 2019 વર્લ્ડ કપમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ઈંગ્લેન્ડ વન ડેમાં પહેલા નંબર પર છે. પરંતુ ભારત આ અંતરને ઓછુ કરવામાં સફળ રહ્યું છે. ભારત હવે માત્ર બે પોઈન્ટ દૂર છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાન પર ન્યૂઝિલેન્ડ વચ્ચે અંતર આઠથી માત્ર બે પોઈન્ટનું જ રહ્યું છે.

એપડેટ પહેલા ભારત 116 પોઈન્ટ અને ન્યૂઝિલેન્ડ 108 પોઈન્ટ પર હતું પરંતુ, વિરાટ કોહલીની ટીમની દક્ષિણ આફ્રિકા પર 3-0 જીત અને શ્રીલંકા પર 2-1થી જીતને 2015-16ના સત્રનો ભાગ માનવામાં આવ્યો, જેના કારણે ભારતે ત્રણ પોઈન્ટ ખોવા પડ્યા, જ્યારે ન્યૂઝિલેન્ડની ઓસ્ટ્રેલિયા સામે 2-0થી હારને હટાવી દેવામાં આવી, જેના કારણે તેને ત્રણ પોઈન્ટ મળ્યા.

પોઈન્ટ ટેબલમાં સ્થાનમાં એકમાત્ર ફેરફાર થયો છે, જેમાં ઈંગ્લેન્ડે ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાને પછાડી દીધુ છે, અને તેના 105 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા 6 પોઈન્ટ કોયા બાદ 98 પોઈન્ટ પર છે, કારણ કે, તેણે 2015-16માં પાંચમાંથી ચાર સિરીઝ જીતી હતી, જે ગણતરીનો ભાગ નથી બની.

જ્યારે સાતમા સ્થાન પર પાકિસ્તાન અને આઠમા સ્થાન પર વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અંતર 11થી ઘટીને બે પોઈન્ટનું જ રહ્યું છે.

વન ડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડે ટોપ સ્થાન યથાવત રાખ્યું છે. વર્લ્ડ કપમાં ટોપ રેન્કિંગની ટીમ તરીકે ગયા પહેલા તેમણે અગામી એકમાત્ર વન ડેમાં આયરલેન્ડને હરાવવું પડશે અને પછી પાકિસ્તાનને સ્થાનિક શ્રેણીમાં 3-2થી પરાજીત કરવું પડશે. જો તે આયરલેન્ડ સામે હારી જશે તો તેણે પાકિસ્તાનને 4-1 અથવા તેનાથી સારા પ્રદર્શન સાથે હરાવવું પડશે.દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝિલેન્ડને ત્રીજા સ્થાનથી હટાવી દીધુ છે, જ્યારે એક અન્ય ફેરફારમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ શ્રીલંકાથી આગળ સાતમા સ્થાન પર પહોંચી ગઈ છે. કોઈ પણ ટીમ ઉચ્ચ 10થી બહાર નથી થઈ, તેનાથી સુનિશ્ચિત થઈ ગયું છે કે, વિશ્વકપમાં ઉચ્ચ 10 રેન્કિંગની ટીમો જ રમશે.
First published: May 2, 2019, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading