ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર!

News18 Gujarati
Updated: July 2, 2020, 11:05 AM IST
ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર!
દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે કોરોના કાળમાં ક્રિકેટને ફરી બેઠું કરવા સૌરવ ગાંગુલી જેવા લીડરની જરૂર છે

દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે કોરોના કાળમાં ક્રિકેટને ફરી બેઠું કરવા સૌરવ ગાંગુલી જેવા લીડરની જરૂર છે

  • Share this:
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના ચેરમેન શશાંક મનોહર (ICC Chairman Shashank Manohar)એ અંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શશાંક મનોહર બે વાર ICCના ચેરમેન રહ્યા છે. શશાંકના રાજીનામા બાદ ડેપ્યૂટી ચેરમેન ઈમરાન ખ્વાજા આ પદને સંભાળશે. ટૂંક સમયમાં ICC ચેરમેન પદ માટે ચૂંટણી યોજાવાની છે, જેને થોડા સપ્તાહમાં ICC બોર્ડ મંજૂરી આપી શકે છે.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને આ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો તેઓ ચેરમેનના આ મુકાબલામાં સામેલ થાય છે તો તેમને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન 72 વર્ષીય કોલિન ગ્રેવ્સનો પડકાર મળી શકે છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના પૂર્વ પ્રમુખ ડેવ કૈમરન, ન્યૂઝીલેન્ડના ગ્રેગોર બાર્કલે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ક્રિસ નેનજાની પણ આ પદને લઈને રસ દર્શાવી ચૂક્યા છે.

આ પણ વાંચો, શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા

ICC ચેરમેન પદ માટે મજબૂત દાવેદાર

કોરોના વાયરસ (Coronavirus)થી ક્રિકેટ પણ ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે અને અનેક દિગ્ગજ પહેલા પણ કહી ચૂક્યા છે કે આ મુશ્કેલ સમયમાં ક્રિકેટને સંભાળવા માટે સૌરવ ગાંગુલી જેવા લીડરની જરૂર છે. બીજી તરફ, જોવા જઈએ તો રાજ્ય અને BCCIમાં પદાધિકારી તરીકે ગાંગુલીનો 6 વર્ષનો કાર્યકાળ 31 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે અને તેઓ ICC ચેરમેન પદ માટે દાવેદારી રજૂ કરવા માટે પણ પાત્રતા ધરાવે છે. જોકે એવું પણ જોવું જોઈએ કે સુપ્રીમ કોર્ટ તેમને કૂલિંગ ઓફ પીરિયડમાં છૂટ આપીને BCCI અધ્યક્ષ પદ પર ચાલુ રહેવાની તક આપે છે કે નહીં.

આ પણ વાંચો, મહિલાઓ સામે માસ્ટરબેટ કરનારા ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાંથી હાંકી કઢાયા

શશાંક મનોહરથી BCCI નારાજ હતું : નોંધનીય છે કે, હાલમાં અહેવાલ આવ્યા હતા કે BCCI શશાંક મનોહરથી નારાજ હતું. BCCIના એક અધિકારીએ શશાંક મનોહર પર જાણી જોઈને ટી20 વર્લ્ડ કપના આયોજનના મુદ્દે પોતાનો હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. BCCIનું માનવું હતું કે ટી20 વર્લ્ડ કપ પર વહેલી તકે નિર્ણય લેવાવો જોઈએ જેની અસર IPL 2020ની તૈયારીઓ પર પડી શકે છે.
First published: July 2, 2020, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading