વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 'ફાઈનલ' ટીમ જાહેર, તોફાની બોલરની વાપસી

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 'ફાઈનલ' ટીમ જાહેર, તોફાની બોલરની વાપસી
પાકિસ્તાન માટે તેણે 79 વન ડે મેચમાં 34.04ની એવરેજથી 102 વિકેટ લેનાર આ તોફાની બોલરે બે વર્ષ પહેલા પોતાની અંતિમ વન ડે રમી હતી

પાકિસ્તાન માટે તેણે 79 વન ડે મેચમાં 34.04ની એવરેજથી 102 વિકેટ લેનાર આ તોફાની બોલરે બે વર્ષ પહેલા પોતાની અંતિમ વન ડે રમી હતી

 • Share this:
  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કપ્તાની સરફરાઝ અહમદને સોંપવામાં આવી છે. તો બોલર મોહમ્મદ આમિર સિવાય વહાબ રિયાઝ અને આસિફ અલીની ટીમમાં વાપસી થઈ છે. ટીમની જાહેરાત મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે ગદ્દાફી સ્ટેડિયમમાં કરી. ઈન્ઝમામને આશા છે કે, આ ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.

  સાચે જ 33 વર્ષીય ડાભા હાથના ફાસ્ટ બોલર વહાબ રિયાઝની વાપસી ચોંકાવનારી છે. પાકિસ્તાન માટે તેણે 79 વન ડે મેચમાં 34.04ની એવરેજથી 102 વિકેટ લેનાર આ તોફાની બોલરે બે વર્ષ પહેલા પોતાની અંતિમ વન ડે રમી હતી. તે ભારત વિરુદ્ધ બર્મિંઘમમાં 4 જૂન 2017ના રોજ વન ડે રમશે.  પાકિસ્તાનની ફાઈનલ ટીમ - સરફરાઝ અહમદ, બાબર આઝમ, ફખર જમાન, ઈમામ ઉલ હક, હેરિસ સોહેલ, આસિફ અલી, મોહમ્મદ હફીજ, ઈમાદ વસીમ, હસન અલી, શાહીન શાહ અફરીદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ હુસનૈન, શાદાબ ખાન, શોએબ મલિક અને વહાબ રિયાઝ.

  આવી છે ટીમ
  ઓપનર તરીકે ફકર જમાં અને ઈમામ ઉલ હકને જગ્યા મળી છે તો મધ્ય ક્રમની જવાબદારી આસિફ અલી, મોહમ્મદ હફીઝ, બાબર આઝમ, સરફરાઝ અહમદ, હેરિસ સોહેલ અને શોએબ મલિક સંભાળશે. જ્યારે હસન અલી, મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ, શાહિન અફરીદી અને મોહમ્મદ હસનૈન જેવા તોફાની બોલરોને ઈમાદ વસીમ અને શાદાબ ખાન જેવા શાનદાર સ્પિનરોનો સાથ મલશે.

  આવી રહી છે વર્લ્ડ કપની સફર
  આ વખતે પાકિસ્તાન ટીમ સરફરાઝ અહમદની કપ્તાનીમાં મેદાનમાં છે અને તેમના પર ટીમને ચેમ્પિયન બનાવવાનું દબાણ પણ હશે. જોકે, આ ટીમે વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. 1979, 1983 અને 1987માં સળંગ ત્રણ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી આ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું, તો રાઉન્ડ રોબિન અને નોક આઉટ ફોર્મેટમાં રમવામાં આવેલા 1992 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ગઈ હતી. ઈમરાન ખાનની ટીમે ઈંગ્લેન્ડને હરાવી પોતાનો પહેલો ખિતાબ જોયો હતો.

  જોકે, ત્યારબાદ તે 1999માં રનરઅપ રહી તો 2011 વર્લ્ડ કપમાં ભારતે સેમિફાઈનલમાં તેનું સપનું તોડ્યું હતું. જ્યારે અંતિમ વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન કઈં ખાસ રહ્યું ન હતું.
  Published by:kiran mehta
  First published:May 20, 2019, 14:06 pm

  ટૉપ ન્યૂઝ