VIDEO: વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીએ બાઉન્ડ્રી પર પકડ્યો શાનદાર કેચ

News18 Gujarati
Updated: June 6, 2019, 8:52 PM IST
VIDEO: વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીએ બાઉન્ડ્રી પર પકડ્યો શાનદાર કેચ
શેલ્ડન કોટરેલે શાનદાર સ્ફૂર્તી સાથે કેચ ઝડપ્યો

સ્મિથે 103 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં વેસ્ટ ઈન્ડીઝના શેલ્ડન કોટરેલે શાનદાર કેચ ઝડપી સ્ટીવ સ્મિથને આઉટ કર્યો. કોટરેલે સ્મિથના કેચને ઝડપી પાડવા શાનદાર સુસ્તી બતાવી. આ સ્માર્ટનેસ જોઈ બધાને તેણે દીવાના બનાવી દીધા. આ કેચને વર્લ્ડકપ 2019ની સૌથી કમાલની મેચોમાં સામેલ કરવામાં આવી શકે છે.

સ્મિથની વિકેટ વેસ્ટ ઈન્ડીઝ માટે ખુબ મહત્વની હતી. કેમ કે, તે જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો અને વિન્ડીઝ બાઉન્સરોનો પણ સામનો કરી તેણે 50 રન ફટકારી દીધા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્મિથે 73 રનની મહત્વની પારી રમી. તેની વિકેટ ઓશને થોમસને મળ્યો.

સ્ટીવ સ્મિથને 45મી ઓવરમાં ઓશને થોમસે આઉટ કર્યો. પહેલા જ બોલ પર તેણે ચોગ્ગો લગાવ્યો. ત્યારબાદ બીજા બોલ પર તેણે બેકવડ સ્કવેરના ઉપરથી બેટ ગુમાવ્યું. પરંતુ ત્યાં હાજર શેલ્ડન કોટરેલે શાનદાર સ્ફૂર્તી સાથે કેચ ઝડપ્યો. તઆ કેલાડીએ ડાભી બાજુ 20 પગલા દોડ લગાવી એક હાથથી કૂદકો મારી કેચ પકડ્યો.

જ્યારે તેને લાગ્યું કે, તે સંતુલન ગુમાવી રહ્યો છે તોતેણે બોલ ઉછાળી દીધો. ત્યારબાદ સરળતાથી તેણે જ કેચ ઝડપી લીધો. તેણે 26 રન પર સ્મિથનો કેચ ઝડપ્યો. સ્મિથે 103 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા.



સ્મિથે વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલરોનો સામનો કર્યો, અને ઓસ્ટ્રેલિયાની નબળી સ્થિતિને બહાર લાવી. સ્મિથ ચોથા નંબર પર બેટીંગ કરવા ઉતર્યો હતો. સ્મિથે એક તરફ વિકેટ બચાવી રાખી અને એલેક્સ કેરી અને નાથન કુલ્ટર નાઈલ સાથે ઉપયોગી ભાગીદારી કરી. તેણે કેરી સાથે 68 રન જોડ્યા. અને ટીમને 150 રનની આસપાસ લઈ ગયા. ત્યારબાદ કુલ્ટર નાઈલ સાથે તેણે 102 રન જોડ્યા અને ટીમને 250 રન સુધી પહોંચાડી.
First published: June 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading