ટીમ ઈન્ડિયાને આ બોલરની ચેતવણી- વર્લ્ડ કપમાં ચૂકતે કરીશ હિસાબ

News18 Gujarati
Updated: May 19, 2019, 1:21 PM IST
ટીમ ઈન્ડિયાને આ બોલરની ચેતવણી- વર્લ્ડ કપમાં ચૂકતે કરીશ હિસાબ
લુંગી એનગિડી ગયા વર્ષે ભારતની વિરુદ્ધ વનડે સીરીઝમાં રમ્યો હતો.

આ વર્લ્ડ કપમાં લુંગી એનગિડી દક્ષિણ આફ્રીકાનો સૌથી યુવા ક્રિકેટર છે. તેણે અત્યાર સુધી માત્ર 18 વનડે જ રમી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીનું કહેવું છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની વિરુદ્ધ મેચ તેમના માટે બદલો લેવાની તક હશે. તેણે કહ્યું કે તે આ મેચને જૂની હારનો ભાર ઉતારવા તરીકે જુવે છે. વર્ષ 2018માં ભારતે દક્ષિણ આફ્રિકાને તેના ઘરમાં જ 5-1થી હરાવી દીધું હતું. એનગિડીના મનમાં હજુ આ હારનું દર્દ છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે તેમનો આપણા પર દેવું બાકી છે.

એનગિડીએ ઈએસપીએન ક્રિક ઇન્ફો સાથેની વાતચીચમાં કહ્યું કે, હું ભારત સાથેની મેચને લઈને ઘણો ઉત્સુક છું. જ્યારે તેઓ અહીં આવ્યા હતા તો તેઓએ અમારી વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું હતું. તેથી મારા મગજમાં આ વાત ચાલી રહી છે કે તેમને જવાબ આપવો છે. મારા માટે આ ઘણી એક્સાઇટિંગ મેચ હશે. મને આશા છે કે બાકી તમામ માટે આ મેચ આવી જ હશે.

એનગિડીએ ચેતવણી આપી છે કે સમગ્ર તાકાતથી સજ્જ પ્રોટીજ ટીમ કડક ટક્કર આપશે. તેણે કહ્યું કે ભારત એક મહાન ટીમ છે, તેની પાસેથી આ વાત છીનવી ન શકાય. પરંતુ જ્યારે તેઓએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સીરીઝ જીતી હતી ત્યારે કેટલાક પ્લેયર બહાર હતા. હવે તે પ્લેયર પરત આવી ગયા છે, જોઈએ છીએ આગળ શું થાય છે.

લુંગી એનગિડી આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમે છે.


ભારતે જ્યારે પ્રવાસ કર્યો હતો ત્યારે દક્ષિણ આફ્રિકાના અનેક મોટા પ્લેયર જેમકે ફાક ડુ પ્લેસી, એબીડિવિલિયર્સ અને ક્વિન્ટન ડીકોલ ઇજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયા હતા. એવામાં યુવા બેટ્સમેન એડન માર્કરમે કેપ્ટન્સી સંભાળી હતી.

આ પણ વાંચો, ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કેદાર જાધવ થયો ફિટ!આ વર્લ્ડ કપમાં લુંગી એનગિડી દક્ષિણ આફ્રિકાનો સૌથી યુવા ક્રિકેટર છે. તેણે અત્યાર સુધી માત્ર 18 વનડે જ રમી છે પરંતુ ઘણા ઓછા સમયમાં દક્ષિણ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર બનીને ઉભર્યો છે. ગયા વર્ષે તે પ્રોટીજ ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 તેની પહેલી ગ્લોબલ ટૂર્નામેન્ટ હશે. આ વિશે તેણે કહ્યું કે, એક સપનું સાકાર થઈ થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડગ મૂક્યા બાદથી જ તેણે મારું ધ્યાન ખેંચ્યું. મને લાગે છે કે વર્લ્ડ કપ આવવાનો છે અને હું ટીમનો હિસ્સો છું. ઉત્સુક્તા ઉપરાંત સિવાય બીજું કંઈ જ નથી. વર્લ્ડ કપ જીતવો અને તેને દક્ષિણ આફ્રિકન જમીન પર લાવવો સપનું સાકાર થવા જેવું છે.
First published: May 19, 2019, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading