આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના બીજા મુકાબલામાં વેસ્ટ ઈન્ડીઝ અને પાકિસ્તાન આમને સામને છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર 105 રન બનાવી શકી. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરની શોર્ટ પિચ બોલિંગ આગલ પાકિસ્તાની બેટ્સમેનો ઘુંટણીએ પડી ગયા. તોફાની ઓલરાઉન્ડર આંદ્ર રસેલે પાકિસ્તાની ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધુ. તેણે પોતાની ફાસ્ટ બાઉન્સર બોલિંગથી પાકિસ્તાનના બેટ્સમેનોને પોવેલિયન ભેગા કરી દીધા. શાનદાર બેટ્સમેન માનવામાં આવતા ફખર જમા પણ આજ પ્રકારના એક બાઉન્સર બોલમાં આઉટ થઈ ગયો. તે 22 રન બનાવી આઉટ થયો.
પાકિસ્તાનની પારીની છઠ્ઠી ઓવર આંદ્ર રસેલે નાખી. તેણે પાંચમા બોલ ઘણો નાનો ફેંક્યો, જે ઝડપથી ઉઠ્યો અને ફકર જમાંને ચકમો આપી ગયો. ફકરે બોલની લેંથને તો માપી લીધી હતી પરંતુ જે રીતની ઝડપથી બોલ ઉઠ્યો તેણે તેને હેરાન કરી દીધો. એવામાં તેનું બેટ ઉંચુ તો આવ્યું પરંતુ ત્યાં સુધીમાં તો બોલ તેના મોંઢા પર હેલમેટની ઝાળી પર જઈ વાગ્યો. ત્યારબાદ બોલ નીચે પડ્યો અને સ્ટમ્પ પડી ગયા. ફકર સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો અને તેણે 16 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા.
આ પહેલા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તે છેલ્લી 10 વન ડે મેચ હારી ચુકી છે. આ વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં અફઘાનિસ્તાને પણ તેને હરાવ્યું હતું.