Home /News /sport /વર્લ્ડ કપમાં પહેલી વખત કિવી બેટ્સમેન સાથે આવી 'ઘટના' બની

વર્લ્ડ કપમાં પહેલી વખત કિવી બેટ્સમેન સાથે આવી 'ઘટના' બની

માર્ટિન ગપ્ટિલ

ગુરૂવારે કીવી ટીમે સાઉથ આફ્રિકાને રસપ્રદ મુકાબલામાં ચાર વિકેટે હરાવ્યું છે. જોકે, આ જીત દરમ્યાન તેના ઓપનર માર્ટિન ગપ્ટિલની સાથે એક ઘટના બની

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝિલેન્ડનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તે પાંચ મેચોમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર છે. ગુરૂવારે કીવી ટીમે સાઉથ આફ્રિકાને રસપ્રદ મુકાબલામાં ચાર વિકેટે હરાવ્યું છે. જોકે, આ જીત દરમ્યાન તેના ઓપનર માર્ટિન ગપ્ટિલની સાથે એક ઘટના બની. ગભરાશો નહીં તેને કોઈ ઈજા નથી પહોંચી પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ અંદાજમાં આઉટ થયો. વર્લ્ડ કપમાં પહેલી વખત કોઈ કીવી બેટ્સમેન આ રીતે આુટ થયો છે.

હિટવિકેટ થયો ગપ્ટિલ
માર્ટિન ગપ્ટિલ સાઉથ આફ્રિકા વિરુદ્ધ હિટવિકેટ થઈ ગયો. ગપ્ટિલ જ્યારે 35 રન બનાવી રમી રહ્યો હતો તો તે ફેલુકવાયોની બોલિંગમાં હિટવિકેટ થઈ ગયો. ફેલુકવાયોએ ગપ્ટિલને સોર્ટ બોલ ફેંક્યો, જેને તેણે પુલ કર્યો. જોકે, આ દરમ્યાન તે પૂરો ફરી ગયો અને અચાનક તેનો પગ લપસ્યો. આ દરમ્યાન ગપ્ટિલનો પગ વિકેટ પર જઈ લાગ્યો અને તે હિટવિકેટ આુટ જાહેર કરવામાં આવ્યો. ગપ્ટિલ વર્લ્ડ કપમાં હિટવિકેટ થવાવાળો પહેલો કિવી કેલાડી છે.

9 ખેલાડી પહેલા પણ થઈ ચુક્યા છે આઉટ
તમને જણાવી દઈએ કે, માર્ટિન ગપ્ટિલ વર્લ્ડકપમાં હિટવિકેટ થનારો 9મો ખેલાડી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના પ્રેડિક્સ, કનાડાના ડેનિસ, કેન્યાના મોરિસ ઓડુંબે, સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન, કેનેડાના જે હેરિસ, ઝિમ્બાબ્વેના વૂસી સિબાંડા અને ચકાબ્વા, પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિસ્બાહ પણ હિટવિકેટ આઉટ થઈ ચુક્યા છે.



સાઉથ આફ્રિકા વર્લ્ડકપમાંથી બહાર!
પોઈન્ટ ટેબલ પર નજર નાખીએ તો, સાઉથ આફ્રિકા 6માંથી 4 મેચ હારી ચુક્યું છે, એક મેચ તેની રદ્દ થઈ જ્યારે એક મેચમાં તેને જીત મળી. સાઉથ આફ્રિકાના 6 મેચોમાં 3 જ પોઈન્ટ છે, અને હવે તેની માત્ર ત્રણ લીગ મેચ બચી છે. જો તે ત્રણે મેચ જીતી પણ જાય તો તેના પોઈન્ટ 9 થાય. પોઈન્ટ ટેબલમાં બીજી ટીમોને જોઈએ તો, ન્યૂઝિલેન્ડના 5 મેચમાં 9 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના પણ 8 પોઈન્ટ છે. ભારતના 4 મેચમાં 7 પોઈન્ટ છે. અને હવે ભારતની અગામી મેચ અફઘાનિસ્તાન સાથે છે તો એવામાં ભારતના પણ સાઉથ આફ્રિકાથી વધારે પોઈન્ટ થવાનું નક્કી સમજીએ. સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપમાં હવે આગળ વધવું ખુબ મુશ્કેલ છે.
First published:

Tags: Against, Batsmen, Martin guptill, South africa, ન્યૂઝીલેન્ડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો