ICC વર્લ્ડ કપ પહેલા આ પ્લેયરની ઈજાએ વધાર્યું કોહલીનું 'ટેન્શન'

ટીમ ઈન્ડિયા પહેલી વોર્મ-અપ મેચ રમશે. (PTI)

આ ઓલરાઉન્ડરની ઈજાથી કેપ્ટન કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રી તથા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : ટીમ ઈન્ડિયાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની તૈયારી માટે બે વોર્મ-અપ મેચ રમવાની છે, જેમાંથી પહેલી મેચ તેઓ ન્યૂઝીલેન્ડની સામે શનિવાર (આજે) રમશે. જોકે, આ મેચ પહેલા ઓલરાઉન્ડર વિજય શંકરની ઈજાએ કેપ્ટન કોહલીને ટેન્શનમાં મૂકી દીધો છે.

    વેબસાઇટ ઈસીએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, વિજય શંકરે શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ અને તે તાત્કાલિક મેદાન છોડી બહાર ચાલ્યો ગયો. શંકર આ પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સાથે બીજા ગ્રુપમાં સામેલ હતો.

    આવી રીતે થઈ ઈજા

    વિજય બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવવા માટે ઈંગ્લેન્ડ થયેલા ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમખની બાઉન્સર પુલ કરવા ગયો અને બોલ તેના હાથમાં વાગ્યો. તે તાત્કાલિક મેદાન છોડીને બહાર જતો રહ્યો. શંકરની આ ઈજાએ કેપ્ટન કોહલી ઉપરાંત કોચ રવિ શાસ્ત્રી તથા ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે.

    વિજય બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. (PTI)


    બીસીસીઆઈએ ન આપ્યો કોઈ જવાબ

    જોકે, બીસીસીઆઈએ શંકરની સ્થિતિ પર હજુ સધી કોઈ ઔપચારિક સ્પષ્ટીકરણ નથી આપ્યું. ભારતીય ટીમ આશા રાખશે કે શંકરની ઈજા ગંભીર ન હોય. આ ઓલરાઉન્ડર પ્લેયરને ટીમ ઈન્ડિયામાં નંબર-4ના પોઝિશન માટે ધાકડ પ્લેયર અંબાતી રાયડૂને બદલે મહત્વ આપવામાં આવ્યું છે.

    ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...

    કોણ છે વિજય શંકર?

    વિજય શંકરનો જન્મ 26 જાન્યુઆરી 1991ના રોજ તમિલનાડુના નેલેઈમાં થયો હતો. પરંતુ હાલ તે પોતાના પરિવારની સાથે ચેન્નઈમાં રહે છે. રણજી ટ્રોફીમાં તે તમિલનાડુ તરફથી રમે છે. આર. અશ્વિન અને મુરલી વિજય પણ તમિલનાડુ ટીમથી રમે છે. ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો વિજય શંકર તે પસંદગીના બેટ્સમેન પૈકીનો એક છે, જે સતત સારું પર્ફોમ કરી રહ્યો છે. વિજયને મોટા-મોટા શોટ્સ લગાવવા માટે પણ ઓળખવામાં આવે છે. તે ક્રિકેટના નાના ફોર્મેટમાં સારું પર્ફોમ કરવાનું હુનર દર્શાવી ચૂક્યો છે. આ ઓલરાઉન્ડરે અત્યાર સુધી નવ વનડે અને એટલી જ ટી20 ટીમ ઈન્ડિયા માટે રમ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: