વર્લ્ડ કપ પહેલા પાક.ને લાગ્યો મોટો આંચકો, સતત બીજી વાર સૂપડા સાફ

News18 Gujarati
Updated: May 20, 2019, 9:19 AM IST
વર્લ્ડ કપ પહેલા પાક.ને લાગ્યો મોટો આંચકો, સતત બીજી વાર સૂપડા સાફ
ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે 4-0થી જીતી વનડે સીરીઝ (photo-AP)

ઓસ્ટ્રેલિયા સામે 5-0થી સીરીઝ હાર્યા બાદ ઈંગ્લેન્ડ સામે પણ થયો વ્હાઇટ વોશ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો પ્રારંભ 30 મેથી થવાનો છે અને તેના પહેલા જ પાકિસ્તાન ટીમને જોરદાર આંચકો લાગ્યો છે. ક્રિકેટના મહાકુંભની સારી તૈયારી માટે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાને પાંચ વનડે મેચોની સીરીઝ રમવાનો નિર્ણય કર્યો હતો. આ સીરીઝની પાંચમી અને અંતિમ મેચ લીડ્સમાં રમાઈ જેમાં મેજબાન ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવી દીધું છે. આ જીતની સાથે તેણે સીરીઝ 4-0થી પોતાના નામે કરી લીધી છે. જ્યારે એક મેચ વરસાદના કારણે પૂરી નહોતી થઈ શકી.

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સતત બીજી વાર પાંચ મેચોની વનડે સીરીઝમાં વ્હાઇટ વોશનો શિકાર બન્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ યૂએઇમાં પાકિસ્તાનને 5-0થી હરાવીને સીરીઝ પર કબજો મેળવી લીધો હતો.

પાકિસ્તાની ક્રિકેટ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની સામેની સીરીઝમાં એક પણ મેચ ન જીતી શકતા ટીમના સભ્યોમાં હતાશા છવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ બંને સીરીઝમાં આ ખરાબ પ્રદર્શનની અસર વર્લ્ડ કપના પ્રદર્શનમાં પણ પડી શકે છે. સતત બે વખત વ્હાઇટ વોશના આઘાતમાંથી બહાર આવવું પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે પડકારરૂપ સાબિત થવાનું છે.
First published: May 20, 2019, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading