ડેવિડ વોર્નરનો શોર્ટ માથા પર વાગ્યો, ભારતીય મૂળનો બોલર હોસ્પિટલમાં

News18 Gujarati
Updated: June 8, 2019, 8:47 PM IST
ડેવિડ વોર્નરનો શોર્ટ માથા પર વાગ્યો, ભારતીય મૂળનો બોલર હોસ્પિટલમાં
ભારત વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના મુકાબલાના એક દિવસ પહેલા અભ્યાસ મેચ દરમ્યાન થયેલી દુર્ઘટનાએ ઓસ્ટ્રેલિયન ટીમના શ્વાસ રોકી દીધા

ભારત વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના મુકાબલાના એક દિવસ પહેલા અભ્યાસ મેચ દરમ્યાન થયેલી દુર્ઘટનાએ ઓસ્ટ્રેલિયન ટીમના શ્વાસ રોકી દીધા

  • Share this:
ભારત વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના મુકાબલાના એક દિવસ પહેલા અભ્યાસ મેચ દરમ્યાન થયેલી દુર્ઘટનાએ ઓસ્ટ્રેલિયન ટીમના શ્વાસ રોકી દીધા. અભ્યાસ મેચ દરમ્યાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરના શોર્ટથી ભારતીય મૂળના નેટ બોલરના માથામાં ઈજા પહોંચી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમના અભ્યાસ મેચના બીજા કલાકમાં વોર્નરના શોર્ટને રોકવાનો પ્રયત્ન કરતા ભારતીય મૂળનો બ્રિટીશ ફાસ્ટ બોલર જય કિશનના માથા પર વાગ્યો. જય કિશન ત્યારબાદ દર્દના માર્યો મેદાનમાં જ પડી ગયો. તેને સ્ટ્રેચર દ્વારા મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યો. બાદમાં સ્થાનીક સ્ટાફ તેને હોસ્પિટલ લઈ ગયો.

એમબ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા સમયે જય કિશને કહ્યું કે, મને માથામાં ઈજા પહોંચી છે. હવે હું થોડો ઠીક છું. મારૂ નામ જય કિશન છે અને હું ફાસ્ટ બોલર છુ. આઈસીસીના પ્રબંધક ગિબ્સે જણાવ્યું કે, તેને 24 કલાક ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે. જેવી આ દુર્ઘટના થઈ તો ઓસ્ટ્રેલિયન ખેલાડી ચિંતામાં આવી ગયા અને તેમણે અભ્યાસ મેચ છોડી દીધી. ખેલાડીઓ ખુબ ડરી ગયા હતા.

ઈજાગ્રસ્ત બોલરને હોસ્પિટલ લઈ જતા પહેલા 12 મિનીટ મેદાનમાં જ સારવાર આપવામાં આવી. ત્યારબાદ બાકી ખેલાડી અભ્યાસમાં લાગી ગયા પરંતુ વોર્નર આ ઘટનાથી દુખી જોવા મળ્યો. તે એક ખૂણામાં મોડે સુધી બેસી જ રહ્યો.આ ઘટના મુદ્દે ઓસ્ટ્રેલિયન કપ્તાન એરોન ફિંચે કહ્યું કે, વોર્નર આ ઘટનાથી ઘણો દુખી છે. ફિંચે કહ્યું, તેણે જે શોર્ટ રમ્યો તેનાથી એક બોલરને ઈજા પહોંચી, તેથી વોર્નર દુખી છે. અમને જણાવવામાં આવી રહ્યું છે કે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પરંતુ, ચિંતાની વાત નથી.

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલ હ્યૂઝના માથામાં બોલ વાગ્યા બાદ તેનું મોત થયું હતું. ઓસ્ટ્રેલિયાની સ્થાનીક ટૂર્નામેન્ટમાં શોર્ન એબટનો બોલ હ્યૂઝના માથા પર વાગ્યો હતો. ત્યારબાદ તે મેદાનમાં જ પડી ગયો હતો. થોડા દિવસ બાદ તેનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાથી પૂરા ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું હતું. હ્યૂઝ ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માઈકલ ક્લાર્ક અને એરોન ફિંચનો નજીકનો મિત્ર હતો.
First published: June 8, 2019, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading