Home /News /sport /

ઈંગ્લેન્ડની 'હવા'થી ટીમ ઈન્ડિયાને ખતરો, આ 5 પ્લેયર્સ છે જાની-દુશ્મન!

ઈંગ્લેન્ડની 'હવા'થી ટીમ ઈન્ડિયાને ખતરો, આ 5 પ્લેયર્સ છે જાની-દુશ્મન!

વિરાટ સેના સામે ઈંગ્લેન્ડમાં છે અનેક પડકાર

પહેલી 10 ઓવરમાં રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી માટે આ છે મોટો પડકાર

    ન્યૂઝ18 ગુજરાતી : 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા બુધવારે રવાના થશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે, જોકે એ એટલં સરળ નથી રહેવાનું. ભલે ઈંગ્લેન્ડની પિચ ફ્લેટ છે તેમાં બોલર્સને ખાસ મદદ નહીં મળે. પરંતુ પાંચ એવા બોલર્સ છે જે કોઈ પણ કન્ડિશનમાં બોલને સ્વિંગ કરી શકે છે અને ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આવો આપને જણાવીએ કોણ છે તે બોલર્સ?

    ટિમ સાઉદી- ઈંગ્લેન્ડમાં પહેલી 10 ઓવરની વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધુ બોલને સ્વિંગ કરનારો બોલર ટિમ સાઉદી છે. ન્યૂઝીલેન્ડના આ બે બોલરે ઈંગ્લેન્ડમાં 1.12 ડિગ્રી બોલ હવામાં ફેરવે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવનને પરેશાન કરવા માટે આટલી સ્વિંગ પૂરતી છે. ટિમ સાઉદીએ પોતાની સ્વિંગ બોલિંગથી ઈંગ્લેન્ડમાં રમેલી 16 વનડેમાંથી કુલ 25 વિકેટ ઝડપી છે.


    ટ્રેન્ટ બોલ્ટ- ન્યૂઝીલેન્ડનો આ બોલર ટીમ ઈન્ડિયા માટે બીજો સૌથી મોટો ખતરો છે. ટિમ સાઉદી બાદ બોલ્ટ પહેલા 10 ઓવરોમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધુ બોલ સ્વિંગ કરે છે. ઈંગ્લેન્ડમાં બોલ્ટનો બોલ 1.06 ડિગ્રી ફરે છે. બોલ્ટે ઈંગ્લેન્ડમાં રમાયેલી 10 વનડેમાં 17 વિકેટ લીધી છે.


    આ પણ વાંચો, વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના આ સ્ટારે કર્યા લગ્ન, પત્નીને કર્યો આ ખાસ વાયદો

    મિશેલ સ્ટાર્ક અને ડેવિડ વિલી- ઈંગ્લેન્ડમાં પહેલી 10 ઓવરોમાં સૌથી વધુ સ્વિંગ કરનારા બોલર્સમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક અને ઈંગ્લેન્ડનો ડેવિડ વિલી પણ સામેલ છે. આ બંને બોલર્સના બોલ 1.02 ડિગ્રી સુધી હવામાં સ્વિંગ થાય છે. સ્ટાર્કે ઈંગ્લેન્ડમાં 14 મેચોમાં 21 વિકેટ ઝડપી છે. વિલીએ 28 મેચોમાં 40 વિકેટ લીધી છે.


    જેસન હોલ્ડર- ઈંગ્લેન્ડમાં 11થી 40 ઓવરની વચ્ચે સૌથી વધુ સ્વિંગ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન અને ફાસ્ટ બોલર જેસન હોલ્ડર કરે છે. તેનો બોલ ઈંગ્લેન્ડમાં 1.34 ડિગ્રી સુધી સ્વિંગ થાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bowling, England, ICC Cricket World Cup 2019, Team india, આઇસીસી, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन